Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતમુહૂર્ત:વંથલી પંથકના લોકોના આંદોલન બાદ આખા- ટીનમસ રોડનું ખાતમુહૂર્ત કરાયું

    1 week ago

    વંથલી તાલુકાના ગાદોઈ ,ટીનમસ ,આખા ગામને જોડતો રસ્તો છેલ્લા દોઢ વર્ષથી મંજૂર થયો હોવા છતાં કામગીરી ન થતા રસ્તાથી પરેશાન ગ્રામજનોએ થોડા સમય પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 'જાગો ધારાસભ્ય જાગો ' ના નારા લગાવ્યા હતા. આ લોકરોષ ને કારણે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્ર દ્વારા કામગીરી કરી અંતે આ રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેને લઈ ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે વંથલીના ખોખરડા ફાટકથી આખા સુધીના ૯ કિમીના આ રસ્તા પર ડામરની કામગીરીને લીધે ધૂળિયા રસ્તાથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂરી થાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. આ ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, આ વિસ્તારના ગામના સરપંચો, આગેવાનો,તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે બાંધકામ વિભાગના વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે ગાદોઈ ટીનમસ આખા રોડ આશરે 9 કિમી રોડ અંદાજે 11 કરોડના ખર્ચે દિશા એજન્સી દ્વારા આગામી 2થી 3 દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને 6મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
    Click here to Read More
    Previous Article
    કામમાં એકાગ્રતા રહે તે માટે નવી પહેલ‎:આજથી એસટી વિભાગીય કચેરીમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત-ગાન ગાઇને કામની શરૂઆત થશે
    Next Article
    ધરપકડ:આદિત્યનગરનો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment