Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામમાં એકાગ્રતા રહે તે માટે નવી પહેલ‎:આજથી એસટી વિભાગીય કચેરીમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત-ગાન ગાઇને કામની શરૂઆત થશે

    1 week ago

    જૂનાગઢ એસટી વિભાગીય કચેરી ખાતે હવે કામની શરૂઆત તમામ કર્મચારીઓ પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાઇને કરશે. કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા વધે, કામમાં એકાગ્રતા રહે સહિતની બાબતને લઇ પ્રથમવાર એસટી વિભાગમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ એસટી વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યુ કે, જૂનાગઢ વિભાગીય કચેરી જૂનાગઢ ખાતે તારીખ 20 માર્ચને સવારથી રોજ ઓફીસની તમામ શાખાના કર્મચારીઓ, અધિકારીઓ કામની શરૂઆત મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ પ્રાર્થના, વંદે માતરમ રાષ્ટ્રગીત, જનગનમન રાષ્ટ્રગાન ગાઇને કરશે. સૌપ્રથમવાર જૂનાગઢ એસટી વિભાગીય કચેરી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. કચેરીમાં એસટી વેલ્ફેર કમિટી જૂનાગઢ દ્વારા સ્વભંડોળમાંથી શાખામાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આયોજન કરવા પાછળ આ હેતુ જવાબદાર - કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા અને ભાઈચારાની ભાવ તેમજ રાષ્ટ્રભાવના વધારે સુદ્રઢ બને - કામગીરીમાં વધારે એકાગ્રતા દાખવી ગુણવત્તા યુક્ત કવોલીટી વર્ક તરફ ટીમ વર્ક થાય - પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન થકી ઓફિસનું વાતાવરણ વધારે રમણીય અને આનંદદાયક અનુભૂતિ કરાવનાર બને. - કર્મચારીઓના શિસ્ત, સમયબદ્ધતામાં સુધારો થાય. - કોઇપણ કામને લગતી કે કોઇ અન્ય જાહેરાત કરવી હોય તો સરળતાથી એકી સાથે કર્મી સુધી પહોંચી જાય તે માટે.
    Click here to Read More
    Previous Article
    કમોસમી વરસાદ:રિદ્ધિ રેસીડેન્સી, પૂજા પાર્કમાં ચોમાસા જેવુ કિચકાણ
    Next Article
    ખાતમુહૂર્ત:વંથલી પંથકના લોકોના આંદોલન બાદ આખા- ટીનમસ રોડનું ખાતમુહૂર્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment