Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમોસમી વરસાદ:રિદ્ધિ રેસીડેન્સી, પૂજા પાર્કમાં ચોમાસા જેવુ કિચકાણ

    1 week ago

    શહેરમાં ગુરુવારે બપોર બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શહેરભરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ માહોલ વચ્ચે શહેરની શેરીઓ-મુખ્ય માર્ગોમાં જ્યાં ખોદકામ કરેલુ હતુ ત્યાં ચોમાસાની જેમ કિચકાણ થતા સ્થાનિકો, શહેરીજનોને મુશ્કેલી પડી હતી. જેમાં ખલીલપુર રોડ પર આવેલ રિદ્ધિ રેસીડેન્સી અને પૂજા પાર્કમાં ઉત્તરાયણ સમયથી રસ્તાનુ ખોદકામ કરવામાં આવ્યુ હતુ પરંતુ હજુ સુધી રોડ ન બનતા કમોસમી વરસાદ પડતા જ ચોમાસા જેવુ કિચકાણ થયુ હતુ. સ્થાનિકોને ચાલવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. આ બાબતે વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતા થઇ જશે તેવા જવાબો મળ્યા હતા. વહેલી તકે ખલીલપુરની આ બંને સોસાયટીઓમાં તંત્ર રોડ બનાવી આપે એમ સ્થાનિકોએ જણાવ્યુ છે. રસ્તો એના સમયે જ થશે એવો જવાબ મળ્યો રસ્તો ક્યારે બનશે એ બાબતે કોર્પોરેટરે પૂછતા જવાબ મળ્યો કે તમે કહો ત્યારે રસ્તો ન બને એ એના સમયે જ બનશે. લાબા સમયે ખોદેલા રોડમાં કમોસમી વરસાદ પડતા ચોમાસાની જેમ ચાલવુ મુશ્કેલ. > દિવ્યેશભાઇ, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢ એસટી ડિવિઝનને નવી 16 બસો મળી
    Next Article
    કામમાં એકાગ્રતા રહે તે માટે નવી પહેલ‎:આજથી એસટી વિભાગીય કચેરીમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત-ગાન ગાઇને કામની શરૂઆત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment