Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સેવાકાર્યો કર્યા:જરૂરિયાતમંદોને ખીર-પુરી, ચપ્પલ અને વૃદ્ધોને શીરો ખવડાવી ખુશી વહેંચી

    1 day ago

    મોરબીમાં 16 શ્રાદ્ધના પર્વ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે વિવિધ સેવાકાર્યો કર્યા હતા. ગ્રુપે જરૂરિયાતમંદોને ખીર-પુરી, ચપ્પલ અને વૃદ્ધોને શીરો ખવડાવી ખુશી વહેંચી હતી. આ પ્રવૃત્તિઓ અંતર્ગત મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ખીર, પુરી અને ભાજીનો નાસ્તો કરાવવામાં આવ્યો. વિદ્યાલયની તમામ દીકરીઓને ચપ્પલ પણ આપવામાં આવ્યા. આ ઉપરાંત, માળિયાના સંગાથ વૃદ્ધાશ્રમના વડીલોને શીરો ખવડાવી તેમની સાથે સમય વિતાવ્યો. વડીલો પ્રત્યે આદર અને હૂંફ વ્યક્ત કરી ખુશીની પળો વહેંચવામાં આવી. મોરબી શહેરના નવલખી ફાટક, પરશુરામ ધામ, કામધેનું સર્કલ, દલવાડી સર્કલ, લીલાપર કેનાલ રોડ અને પીએમ આવાસ જેવા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નાસ્તો વહેંચવામાં આવ્યો હતો. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનોએ આ સેવાકાર્યને સફળ બનાવ્યું.
    Click here to Read More
    Previous Article
    'શાહરુખ-કાજોલ મારા ચહેરા પર સ્મિત લાવી દે છે':નુસરત ભરુચાએ સ્પાઇન સર્જરી બાદ હેલ્થ અપડેટ આપ્યું, હાથમાં ડ્રિપ્સ અને નર્સના હાથે જમતી જોવા મળી
    Next Article
    પાટણમાં શાહીકાંડ મામલે કોંગ્રેસનો પલટવાર:ભાજપના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા; ફરિયાદ ન લેવાય તો કોર્ટ જવાની ચીમકી, ધારાસભ્યની ગેરહાજરી સ્પષ્ટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment