Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલ ઓઝા વૈદ્ય સાથે સ્નેચિંગ કરનારા ગુનેગારોની ધરપકડ:મોજશોખ માટે મિત્રનું બર્ગમેન સ્કૂટર લઈને સ્નેચિંગ કરવા નીકળ્યા હતા, આરોપી પાસેથી ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

    22 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણીતાં લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી પર્સ સ્નેચિંગની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. ઝોન-6 એલસીબીની ટીમે 150થી વધુ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ અને બાતમીદારોના નેટવર્ક આધારે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1.70 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. મણિનગર રેલવે સ્ટેશનથી ઘરે જતાં સમયે બની હતી ઘટના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગત 5 ઓગસ્ટના રોજ મુંબઈના દાદરથી ટ્રેન મારફતે મણિનગર રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી તેઓ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભુલાભાઈ ચાર રસ્તા નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રિક્ષા નજીક ધસી આવીને તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું અને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. 150થી વધુ CCTV કેમેરા તપાસી આરોપીઓની ધરપકડ કરી ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ઝોન-6 એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને 150થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ પોલીસે કાંકરિયા રેલવે યાર્ડ પાસેથી તનવીર શેખ અને ફેજાન સૈયદ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, બંને આરોપીઓ મિત્રો છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મોજશોખ અને ખર્ચો કાઢવા માટે તેઓ મિત્રનું 'બર્ગમેન' સ્કૂટર લઈને સ્નેચિંગ કરવા નીકળ્યા હતા. અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ગુના ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ મણિનગર, નારોલ અને ખાડિયા સહિતના વિવિધ પોલીસ મથકોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પર્સ સ્નેચિંગનો ગુનો ઉકેલીને માલમત્તા રિકવર કરવા બદલ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીનો આભાર માનવામાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના સાંજણાવદરમાં નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ:પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી નિર્મિત 16મી શાળા; પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે શાળાનું ઉદ્ઘાટન કરાયું
    Next Article
    હિલસ્ટેશન સાપુતારામાં આજથી મોન્સૂન ફેસ્ટિવલ:વરસાદી માહોલમાં આદીવાસી નૃત્ય, હુડા રાસ, ભાંગડા, સીદીના ધમાલ સહિતના લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું; પરેડમાં લોકો ઉમટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment