Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાજની ગુણવત્તા અંગે ઉઠ્યા સવાલ:મહેસાણા ઇન્દિરાનગર રાશનની દુકાનમાં ચોખામાં ધનેરાં નીકળ્યાં

    1 week ago

    એનએફએસએ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાં મળતા અનાજની ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતા હોવા છતાં સ્થિતિમાં સુધારો જોવા મળતો નથી. ગુરુવારે મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચોખાના બારદાનમાં ધાનેરા (જીવાત) જોવા મળી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે, ઇન્દિરાનગરની આ દુકાનમાં ચોખાની બોરીઓમાં તેમજ દુકાનના આસપાસ જીવાત ફરતી નજરે પડી હતી. સવારે લાભાર્થીઓને આ જ ચોખાનું વિતરણ કરવામાં આવતું હતું. દુકાન સંચાલક મયુરભાઈ રાણાએ જણાવ્યું કે, સામાન્ય રીતે સારો જ જથ્થો આવે છે, પરંતુ આ વખતે થોડા જૂના ચોખા આવ્યા હોવાની શક્યતા છે. તેમણે ધનેરા માત્ર બારદાનના ઉપરના ભાગમાં હોવાનું કહ્યું હતું, પરંતુ વાસ્તવમાં ચોખાની અંદર પણ જીવાત મોટી માત્રામાં જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    લીંચ ગામમાં ગ્રાહકના સ્વાંગમાં ધોળેદહાડે લૂંટ:વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નમતાં ગઠિયા 3.90 લાખની બે ચેઈન તોડી ફરાર
    Next Article
    આર્મી જવાન દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ‎:આર્મી જવાનની લાઇસન્સવાળી બંદૂક અને 40 કારતૂસની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment