Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ બન્યો હાડકાં તોડ:લાંઘણજ–ભાસરિયા માર્ગ બન્યો હાડકાં તોડ રોડ, છેલ્લા એક માસથી કામ અધૂરું

    1 week ago

    લાંઘણજથી ભાસરિયા હાઈવે સુધીનો માર્ગ હાલ વાહનચાલકો માટે હાડકાં તોડ મુસાફરી સમાન બની ગયો છે. માર્ગના નવીનીકરણ માટે આદેશ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા લગભગ એક મહિના પહેલાં કોઈ આગોતરા આયોજન વિના રોડની સપાટી ઉખાડી ખરબચડી કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામ અધૂરું જ મુકાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે અને સતત ઉડતી ધૂળને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને ટૂ-વ્હીલર અને રિક્ષા ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ઊંડા ઘસરકાઓને કારણે સ્લિપ થવાના બનાવોમાં વધારો થયો છે, જ્યારે અનેક વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી રહ્યા છે. સતત ઝટકાઓના કારણે મુસાફરોને કમર અને મણકાની તકલીફો પણ થવા લાગી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે હોળીના તહેવાર બાદ મજૂરોની અછતનું બહાનું આપી કામ અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ મામલે સામાજિક કાર્યકર તથા વકીલ કૌશિક પરમારે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંસક જૂથ અથડામણ સર્જાઈ:કુકરવાડામાં અદાવતમાં બે જૂથો બાખડ્યા, પાંચને ઇજા
    Next Article
    લીંચ ગામમાં ગ્રાહકના સ્વાંગમાં ધોળેદહાડે લૂંટ:વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નમતાં ગઠિયા 3.90 લાખની બે ચેઈન તોડી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment