Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંસક જૂથ અથડામણ સર્જાઈ:કુકરવાડામાં અદાવતમાં બે જૂથો બાખડ્યા, પાંચને ઇજા

    1 week ago

    વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં SRP જવાન પર જીવલેણ હુમલો તેમજ સામા પક્ષ પર તલવાર- ધારિયા વડે હુમલાના આક્ષેપો સાથે બંને પક્ષે કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. વસઈ પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરિયાદો લઇ કુલ 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, જયંતિજી ઠાકોર પોતાના ઘર નજીક હતા ત્યારે SRP જવાન જિજ્ઞેશકુમાર સાથે જૂની અદાવતને કારણે બોલાચાલી થઈ હતી. બાદમાં જિજ્ઞેશકુમાર તેમના પિતા અને ભાઈ સાથે લાકડાનો ધોકો, ધારિયું અને તલવાર લઈને પરત આવ્યા હતા અને જયંતિજી તેમજ તેમને છોડાવવા આવેલા પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, SRP જવાન જિજ્ઞેશકુમારની ફરિયાદ મુજબ, જયંતિજીએ તેમને રોકી ગાળાગાળી શરૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવાઝોડાથી 10 તાલુકામાં પાકને નુકસાન,એક મોત‎
    Next Article
    રોડ બન્યો હાડકાં તોડ:લાંઘણજ–ભાસરિયા માર્ગ બન્યો હાડકાં તોડ રોડ, છેલ્લા એક માસથી કામ અધૂરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment