Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઇ ભક્તો ભક્તિમાં લીન:નવચંડીયજ્ઞ, લક્ષ્મી હોમ, જપ-તપ અને મંત્રોચ્ચાર દ્વારા શક્તિની થશે આરાધના

    1 week ago

    છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. સમગ્ર જિલ્લો મા જગદંબાની ભક્તિમાં લાગી ગયો છે. વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં આવેલ મા અંબાના મંદિરમાં લાંબી કતારો જોવા મળી હતી. નવરાત્રિના 9 દિવસ નવચંડી યજ્ઞ, લક્ષ્મી હોમ, જપ-તપ અને મંત્રોચ્ચાર સાથે મા શક્તિની આરાધનામાં ભક્તો લીન થશે. છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી કાલિકા માતાનું મંદિર અતિ પ્રાચીન અને ચમત્કારિક છે. રાજા રજવાડાના સમયથી મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. છોટાઉદેપુરના રાજવી પરિવારના કુળદેવીનું સ્થાનક છે અને નગરની મધ્યમાં આવેલુ આ મંદિર રાજવી પરિવારના કુળદેવી પણ છે. જ્યાં વર્ષોથી પ્રજા માથું ટેકવે છે અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. જિલ્લાના માઇ ભક્તો દ્વારા નવરાત્રીના નવ દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં શક્તિની ઉપાસના કરીને મહાશક્તિ જોડે મનોકામના પૂર્તિના આશીર્વાદ સૌ મેળવશે. રાત્રિના સમયે જિલ્લાના પ્રસિદ્ધ મંદિરોમાં જગદંબાની આરતી કરવા ભક્તો પહોંચી જતા હોય છે અને આરતી કરી ધન્યતા અનુભવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ગોધરામાં રોજ 1500 ગરીબજનોની આંતરડી ઠારતું પ્રભાબા રસોડું, ગેસના બોટલની અછતના પગલે ચાર દિવસથી બંધ
    Next Article
    વિશ્વ ચકલી દિવસ:વઢવાણના શિક્ષકે 2500થી વધુ લાકડાના માળા, 1500 કુંડાનું વિતરણ કર્યું, 300 શાળા અભિયાનમાં જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment