Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ચકલી દિવસ:વઢવાણના શિક્ષકે 2500થી વધુ લાકડાના માળા, 1500 કુંડાનું વિતરણ કર્યું, 300 શાળા અભિયાનમાં જોડાઈ

    1 week ago

    આજના આધુનિક યુગમાં જ્યારે રહેણાંક વિસ્તારોમાંથી ચકલીઓની ચીંચીં ઓછી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરના એક શિક્ષકે ચકલીઓના સંરક્ષણ માટે 18 વર્ષથી અવિરત અભિયાન ચલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વઢવાણ તાલુકાના ખારવા ગામના વતની અને હાલ રતનપર ખાતે રહેતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા લાકડાના માળા વિતરણનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. ચકલીના સંરક્ષણ માટે વઢવાણ તાલુકાના ખારવા ગામના મુકેશભાઈ પટેલે અનોખું અભિયાન હાથ ધર્યું છે. હાલ રતનપર રહેતા અને સુરેન્દ્રનગરની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બદેસીયા મુકેશભાઈ દ્વારા છેલ્લા 18 વર્ષથી સતત ચાલતા આ પ્રયાસ હેઠળ દર વર્ષે ચકલી માટે લાકડાના માળાનું વિતરણ કરવામાં આવે છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના આચાર્ય વિભાગના મહામંત્રી મુકેશભાઈએ જણાવ્યું કે આ 2025-26 દરમિયાન કુલ 2500 ચકલીના માળા તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા છે, તેમજ 1500 પક્ષીઓ માટે પાણીના કુંડા પણ આપવામાં આવ્યા છે. જિલ્લામાંથી 300થી વધુ શાળા આ અભિયાનમાં જોડાઈને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહી છે. આ માળો તૈયાર કરવા માટે લગભગ રૂ. 70 જેટલો ખર્ચ થાય છે, જેથી સામાન્ય લોકો પણ સહેલાઈથી જોડાઈ શકે છે. છાંયાવાળી જગ્યાએ માળો ગોઠવવો, પાણીના કુંડા રાખવા ચકલી માટેનો માળો સીધા તડકામાં કે વરસાદમાં ન આવે તેવી જગ્યાએ રાખવો જોઈએ. ઓસરી કે છાંયાવાળી જગ્યા યોગ્ય ગણાય છે. માળો એવી રીતે ફીટ કરવો કે તે હલતો ન રહે અને બિલાડી જેવા જાનવરોથી સુરક્ષિત રહે. સાથે પક્ષીઓને પાણી મળી રહે તે માટે નજીકમાં પાણીનો કુંડો રાખવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    માઇ ભક્તો ભક્તિમાં લીન:નવચંડીયજ્ઞ, લક્ષ્મી હોમ, જપ-તપ અને મંત્રોચ્ચાર દ્વારા શક્તિની થશે આરાધના
    Next Article
    આભમાંથી ઉતરી આફત:60 કિમીની ગતિએ ફૂંકાયેલા પવને 146 ગામને 30 મિનિટ સુધી ધમરોળ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment