Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આભમાંથી ઉતરી આફત:60 કિમીની ગતિએ ફૂંકાયેલા પવને 146 ગામને 30 મિનિટ સુધી ધમરોળ્યું‎

    1 week ago

    ઝાલાવાડમાં વહેલી સવારે અને સાંજે 30 મિનિટ 60થી 70ની ગતિએ ફૂંકાયેલા ભારે પવન અને ઝરમર વરસાદથી 146 ગામો અસરગ્રસ્ત બન્યા છે. ખેતીવાડી વિસ્તારમાં 54 વીજપોલ ધરાશાયી થયા છે. 8008 હેક્ટરમાં વાવેતર કરાયેલા ઉનાળુ અને 30 ટકા વાવેતર કરાયેલા પાછોતરા શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજ્યના પશ્વિમે સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર હવાના ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોન)થી 22 માર્ચ સુધીની આગાહી કરાઇ હતી. સુરેન્દ્રનગર વહેલી સવારે 4:15થી 4:30 સુધી અને સાંજે 4:51 બાદ 15 મિનિટ સુધી પવન ફૂંકાયો હતો. ગત વર્ષે કમોસમી વરસાદ અને વળતરની રાહમાં મોડે થયેલા પાછોતરા 20થી 30 ટકા શિયાળુ વાવેતર જેમાં ઘઉં, જીરૂ , ચણા, એરંડા,શાકભાજી અને ઘાસચારાને કાપી ખેતરમાં રાખ્યો હતો તેને અસર થઇ હતી. આગાહીના પગલે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી બંધ કરાઇ હતી. આ માવઠાંથી ચણાંના પાકના પોપટા ખરી પડતાં ઉત્પાદનમાં 10થી 20 ટકા નુકસાનની શક્યતા છે ઘઉંનો તૈયાર પાક પલળ્યો, ચણાંના પાથરણાં ઉડ્યા 10 એમએમ વરસાદથી ધ્રાંગધ્રા પંથકમાં ઘઉં, જીરું, ચણાં અને એરંડાના પાકને માવઠાંથી નુકસાન થયું છે. તો વઢવાણમાં ચણાંનો તૈયાર પાક લણીને પાથરાઓમાં મૂક્યો હતો. જે પવનના લીધે ત્રણ ખેતર દૂર ફેંકાયો હોવાનું ખેડૂત મુકેશભાઇ દલવાડી અને ગોવિંદભાઇ દલવાડીએ જણાવ્યું હતું. પાણીનો નિકાલ કરી માવઠાંથી બગડેલો પાક તુરંત દૂર કરી દેવો શિયાળું પાછુતરુ વાવેતર કરાયું તે પાક હજુ ઉભો છે. જ્યારે ઉનાળુ પાક હજુ શરૂઆતના તબક્કા હોવાથી ચણાં, ઘઉ, જીરૂને નુકશાન વધુ થયું છે. પાણીનો તુરંતર નિકાલ કરવો જોઇએ. વરસાદ બાદ ફરી વાતાવરણ વ્યવસ્થિત થાય એટલે બગડેલા પાકને સારા પાકથી દુર કરવો જોઇએ જેથી વધુ નુકસાની ઘટાડી શકાય.> જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી એકસપર્ટ
    Click here to Read More
    Previous Article
    વિશ્વ ચકલી દિવસ:વઢવાણના શિક્ષકે 2500થી વધુ લાકડાના માળા, 1500 કુંડાનું વિતરણ કર્યું, 300 શાળા અભિયાનમાં જોડાઈ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવાઝોડાથી 10 તાલુકામાં પાકને નુકસાન,એક મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment