Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રમાં અષાઢનો માહોલ:વાવાઝોડા સાથે પંચમહાલમાં ધુળની ‎ડમરીઓ ઉડી , ગોધરા અને બાલાસિનોરમાં વરસાદ પડયો‎

    1 week ago

    પંચમહાલમાં ચૈત્ર નોરતાના પ્રથમ દિવસે જ અષાઢી માહોલ જામ્યો હતો. બપોરે વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડતાં માર્ગો પર લોકો અટવાયા હતાં. જોકે બાલાસિનોરમાં વરસાદે ધીમીધારે વરસતાં માર્ગો ભીના થયા હતાં. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં જનજીવનને અસર કરી છે. ઉનાળાની શરૂઆતમાં જ અષાઢી માહોલ સર્જાતા લોકો આશ્ચર્ય અને અવઢવની સ્થિતિમાં મુકાયા હતા.પંચમહાલ જિલ્લામાં ગુરુવારની રાત્રે અચાનક મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે બાલાસિનોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા માર્ગો ભીના બન્યા હતા. તો ભારે પવન અને વરસાદથી વીજળી ખોરવાઈ હતી. દાહોદમાં રાત ના 8 વાગ્યા બાદ વાતાવરણ બદલાતા ઠંડા પવન ફુંકાતા ઠંડક પ્રસરી ગઇ હતી.હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાસ્કર એક્સપર્ટ ઘઉના દાણા ભરાતા નથી ભારે પવન સાથે વરસાદ આવે ત્યારે ઘઉં જેવા પાક જમીન પર સૂઈ જાય છે. જેનાથી દાણા ભરાતા નથી. અને લણણીમાં મુશ્કેલી પડે છે. જો તૈયાર પાક પલળી જાય, તો દાણાનો રંગ કાળો પડી જાય છે અથવા તેમાં ભેજ વધવાથી ફૂગ લાગવાની શક્યતા રહે છે.જીરું કે રાયડા જેવા પાકમાં વરસાદ પડે તો દાણા ખરી પડે છે, જેનાથી ઉત્પાદન ઘટે છે. ખેડૂતોએ શું સાવચેતી રાખવી હવામાન ખાતાની આગાહી હોય ત્યારે ખેતરમાં પાણી આપવાનું ટાળવું જોઈએ, કારણ કે ભીની જમીનમાં પવન વાવવાથી પાક જલ્દી આડો પડી જાય છે જો પાક કાપી લીધો હોય, તો તેને તાડપત્રી થી ઢાંકી દેવો જોઈએ અથવા સુરક્ષિત ગોડાઉનમાં ખસેડવો જોઈએ.વરસાદ પછી જો ફૂગ દેખાય, તો કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ યોગ્ય ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. એલ એફ ગરાસિયા, વિસ્તરણ અધિકારી, કડાણા દિવેલાના છોડ આડા થઈ જશે અચાનક વાવાઝોડા ફુંકાતા ખેતર જેને ઘઉં ના પાકની કાપણી કરી નહીં હોય તેને નુકશાન થશે.સાથે દિવેલા ના છોડ લાંબા હોવાથી પવન ના કારણે આડા પડી જાય છે.જો વરસાદ મોદી રાત્રે પડશે તો ખેતર અને ઘર બહાર કાપણી કરેલા ઘઉં બગડી જવાની શક્યતા છે ગોપાલભાઈ પટેલ,ખેડૂત
    Click here to Read More
    Previous Article
    પાણીનો વેડફાટ થતાં રહીશો હેરાન:ગોધરાના ધાનકાવાડમાં પાણીની લાઇનમાં ભંગાણ, તાત્કાલિક ધોરણે સમારકામની માગ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ગોધરામાં રોજ 1500 ગરીબજનોની આંતરડી ઠારતું પ્રભાબા રસોડું, ગેસના બોટલની અછતના પગલે ચાર દિવસથી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment