Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીનો વેડફાટ થતાં રહીશો હેરાન:ગોધરાના ધાનકાવાડમાં પાણીની લાઇનમાં ભંગાણ, તાત્કાલિક ધોરણે સમારકામની માગ

    1 week ago

    ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી રસ્તા પર વહી રહ્યું છે. પાણીનો વેડફાટ અને તેને કારણે ફેલાતી ગંદકીથી સ્થાનિક રહીશોમાં રોષની સાથે ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત પણ જોવા મળી રહી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ભંગાણનું સમારકામ હાથ ધરાયવે તેવી લોકોની માંગ ઉઠી છે. ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી આવવાના સમયે મોટી માત્રામાં પાણી રસ્તાઓ પર ફરી વળવાની સાથે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોધરા નગર પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કામગીરી કરવામાં આવતી નથી. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને નોતરી શકે છે. પાઇપલાઇનમાં ભંગાણને કારણે ગંદા પાણીનું મિશ્રણ થવાની ભીતિ લોકોમાં સેવાઇ રહી છે. જેનાથી ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ફેલાવાની લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્રની આવી આળસ સામે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પાઇપ લાઇનનું સમારકામ કરે અને વહેતુ પાણી અટકાવે જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો આ વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું:પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતમાં 1 લાખ ભક્તો ઉમટી પડ્યાં
    Next Article
    ચૈત્રમાં અષાઢનો માહોલ:વાવાઝોડા સાથે પંચમહાલમાં ધુળની ‎ડમરીઓ ઉડી , ગોધરા અને બાલાસિનોરમાં વરસાદ પડયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment