Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગર નજરે પડ્યો:​ગોધરામાં મેસરી નદીના સાતપુલ પાસે મગર દેખાયો

    1 week ago

    ગોધરાની મેસરી નદીમાં આજે ગુરુવારની સાંજે એકાએક મગર દેખા દેતા સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. નદીના કિનારે મગર બહાર આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકોના ટોળા સાતપુલ બ્રિજ પર ઉમટી પડ્યા હતા. આજે મોડી સાંજે સાતપુલ પાસે મેસરી નદીના વહેણમાં મગર કિનારા તરફ આવતા સ્થાનિકોની નજરે ચડ્યો હતો. મગરને જોવા માટે લોકોમાં હોબાળો મચી ગયો હતો. અનેક ઉત્સાહી યુવાનો મગરના ફોટા તેમજ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરતા નજરે પડ્યા હતા. બ્રિજ ઉપર લોકોની ભીડ જામતા થોડીવાર માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ​ઉલ્લેખનિય છે કે, સાતપુલ અને મેસરી નદીના પટની આસપાસ સોસાયટીઓ આવેલી છે. રહેણાંક વિસ્તારની આટલી નજીક મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ કાર્યવાહી કરે અને મગર રહેણાંક વિસ્તારમાં ન ઘૂસે તે માટે તકેદારી રાખે તેવી લોક માગ છે.
    Click here to Read More
    Previous Article
    પાટોત્સવમાં વાતાવરણ શિવમય અને ભક્તિસભર બન્યું‎:લુણાવાડામાં દુનિયામાં વસતા મેવાડા બ્રાહ્મણોના શ્રી એકલિંગજી મહાદેવનો પાટોત્સવ ઉજવાયો
    Next Article
    પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું:પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતમાં 1 લાખ ભક્તો ઉમટી પડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment