Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટોત્સવમાં વાતાવરણ શિવમય અને ભક્તિસભર બન્યું‎:લુણાવાડામાં દુનિયામાં વસતા મેવાડા બ્રાહ્મણોના શ્રી એકલિંગજી મહાદેવનો પાટોત્સવ ઉજવાયો

    1 week ago

    દેશભરમાં વસતા મેવાડા બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી એકલિંગજી મહાદેવના પાટોત્સવની લુણાવાડામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ-14ના પવિત્ર દિવસે મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ જ પરંપરા મુજબ લુણાવાડા નગરમાં ઘાંટી ખાતે આવેલા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો દ્વારા એકલિંગજી મહાદેવ મંદિરના પાટોત્સવની ખૂબ જ દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે ઘાંટી સ્થિત એકલિંગજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા જ્યારે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ શિવમય બની ગયું હતું.એકલિંગજી મહાદેવના આ પાટોત્સવમાં સમગ્ર લુણાવાડા નગરમાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    માઈભક્તોમાં ઉમંગ:દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
    Next Article
    મગર નજરે પડ્યો:​ગોધરામાં મેસરી નદીના સાતપુલ પાસે મગર દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment