Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઈભક્તોમાં ઉમંગ:દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

    1 week ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવાર થી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા માઈભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશભરમાં ચાલી રહેલી આ નવરાત્રિની ઉજવણી સાથે જિલ્લામાં પણ ભક્તો સવારથી જ તેમના કુળદેવી માતાજીના મંદિરો તેમજ વિવિધ શક્તિ સ્થાનો પર મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા વિધિવત્ ઘટસ્થાપન કરી માતાજીની વિશેષ પૂજા-આરતી કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિ દરમ્યાન સાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ માનવામાં આવતું હોવાથી અનેક ભક્તો નવ દિવસ સુધી નિયમપૂર્વક વ્રત, પૂજા અને પાઠનો આરંભ કરી રહ્યા છે. ભક્તો દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠ, મંત્રજાપ, માળા, ગાયત્રી ચાલીસા, સિદ્ધકુંજિકા સ્તોત્ર, દેવીકવચ જેવા ધાર્મિક પાઠો સાથે માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે. નવરાત્રિના દિવસોમાં મંદિરોમાં સવાર-સાંજ આરતી, ભજન-કીર્તન તથા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.દ્વારકા પંથકમાં અનેક મંદિરોમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ નવરાત્રિના અવસર પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પાઠ, જાગરણ અને અષ્ટમીના દિવસે હવન જેવા કાર્યક્રમો યોજાનાર હોવાનું મંદિર ટ્રસ્ટો દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઝુંબેશ:ગીર સોમનાથ જિલ્લામા48 રેસ્ટોરન્ટ અને 21 ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ
    Next Article
    પાટોત્સવમાં વાતાવરણ શિવમય અને ભક્તિસભર બન્યું‎:લુણાવાડામાં દુનિયામાં વસતા મેવાડા બ્રાહ્મણોના શ્રી એકલિંગજી મહાદેવનો પાટોત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment