Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝુંબેશ:ગીર સોમનાથ જિલ્લામા48 રેસ્ટોરન્ટ અને 21 ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ

    1 week ago

    જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પુરવઠા અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા ગીર સોમનાથ જિલ્લાની 48 જેટલી સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના વિવિધ એકમો પર તેમજ 21 ગેસ એજન્સીઓની આકસ્મિક તપાસ હાથ ધરી 6 ગેસ સિલિન્ડર સીઝ કરી રૂ.4.17 લાખનો જથ્થો સીઝ કર્યો હતો. તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, વધુ સંગ્રહ કરવામાં આવ્યા છે કે કેમ તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભેસાણમાં 1કલાક સુધી કરા સાથે વરસાદ, આજ બપોર બાદ વાતાવરણ ખુલ્લું થશે, 28થી 30 માર્ચ ફરી માવઠું
    Next Article
    માઈભક્તોમાં ઉમંગ:દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment