Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભેસાણમાં 1કલાક સુધી કરા સાથે વરસાદ, આજ બપોર બાદ વાતાવરણ ખુલ્લું થશે, 28થી 30 માર્ચ ફરી માવઠું

    1 week ago

    ઉનાળાની આકરી ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યાં છે.અને આંબા સહિત પાકને વ્યાપક નુકસાન થયું છે. સોરઠ પંથકમાં ગુરુવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન-ગાજવીજ સાથે આફતરૂપી માવઠું થયું હતું જેમાં વંથલી પંથકમાં 5 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો તેમજ વાતાવરણમાં અચાનક પલટો આવતા માણાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના વરસાદથી ભારે નુકસાની જોવા મળી રહી છે. માણાવદરના સરદારગઢ, જીંજરી, ચુડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે કહેવાય રહી છે. આ પંથકમાં વરસાદ પડવાથી ઘઉં, ધાણા, જીરૂ સહિતના રવિ પાકોમાં પણ નુકસાની જોવા મળી રહી છે.આ ઉપરાંત ભેંસાણ પંથકમાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો.અત્રે નોંધનીય છે કે હાલ ટેકાના ભાવે જણસની ખરીદી કરવામાં આવી રહી છે જે પણ વરસાદના લીધે બંધ રાખવી પડી હતી. કમોસમી વરસાદથી તાપમાન 3 ડિગ્રી ઘટ્યું ગુરુવારે સવારે જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. જોકે 85 ટકા ભેજ વચ્ચે લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. સવારથી ગરમી અને બફારો રહ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં વધુ ઓચિંતો પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો અને પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઇ હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઘટીને 29 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પરંતુ વરસાદ બાદ ફરી ગરમી અને બફારોએ માજા મૂકી હતી. વંથલી પંથકમાં 9 મીમી, જૂનાગઢ 7 મીમી તથા ભેસાણ તાલુકામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના વિસાવદર મેંદરડા કેશોદ માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાં છૂટોછવાયો વરસાદ હતો. દર વર્ષે માવઠામાં વધારો થઈ રહ્યો છે ચોમાસુ પાક હોય કે શિયાળુ કે પછી ઉનાળુ જે પાક તૈયાર થાય એ સમયે અચાનક જ માવઠું પડે છે જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડે છે. આમ ખેડૂતોને ફરી વખત આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ચીકુ,કેરી પણ ખરી પડી,હવે ભાવ નહીં મળે સોરઠ પંથકમાં મોટા ભાગે કેરી અને ચીકુની પણ ખેતી થાય છે.જ્યારે ચીકુ બજારમાં વેંચાણ અર્થે આવી રહ્યાં છે અને આંબાવાડીઓમાં હજુ ખાખડી છે તે પણ ખરી પડી છે.તેમજ મોર પણ ખરી ગયા હોય ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. સોમનાથમાં સાંજના સાત વાગ્યે ઝાપટા સોમનાથ વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેલ અને સાંજના સાત કલાક ના અરસામાં ધીમા પવન સાથે થોડી વાર માટે ઝાપટા વરસ્યા હતા અને આખું આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્યું હતું. પાથરા પર પાણી પડે તો પાક તુરંત સડી જાય છે : ધરતીપુત્ર કેશોદ તાલુકાના અજાબ ગામના સરપંચ, વેપારી એવા ખેડૂત મગનભાઈ અઘેરાએ જણાવ્યું કે કમોસમી વરસાદની આગાહીના પગલે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ભારે પવન ફુંકાયો હતો. જો કે તાલુકામાં વરસાદ વાવડ જોવા મળ્યાં ન હતાં પરંતુ જો વરસાદ પડે તો પાણી ભરાતા ખેડૂતોની જમીન તૈયાર પડેલ ચણાં અને ધાણાંના પાથરા પલળે અને ઉભા પાક તરીકે કલંજી, તલ, બાજરી અને અળદના પાકને ભારે નુકશાન થાય તેવી ભિંતી સેવી હતી
    Click here to Read More
    Previous Article
    ઊનાના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ:વેરાવળ શહેરમાં વિકાસ કામોમાં ગેરરીતિ, આગામી દિવસોમાં લેખિત રજૂઆત કરવામાં આવશે‎
    Next Article
    ઝુંબેશ:ગીર સોમનાથ જિલ્લામા48 રેસ્ટોરન્ટ અને 21 ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment