Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊનાના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ:વેરાવળ શહેરમાં વિકાસ કામોમાં ગેરરીતિ, આગામી દિવસોમાં લેખિત રજૂઆત કરવામાં આવશે‎

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે કોંગ્રેસે કમર કસી છે ત્યારે તાજેતરમાં બાયપાસ ખાતે જિલ્લા કોંગ્રેસના કાર્યાલયને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યલય ખાતે પ્રથમ પત્રકાર પરિષદ માં જ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પુંજા વંશે પાલિકાને આડેહાથ લીધા હતા અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા.આટલું જ નહીં અમુક એજન્સીઓ ભાજપના જ કાર્યકરો અથવા તો તેમના હોદ્દેદારોની છે તેવું પણ વંશે ઉમેર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાલિકાની છેલ્લી ટર્મમાં અનેક કામોમાં અતિશય ભ્રષ્ટાચાર થયો છે. સ્ટ્રીટ લાઇટ, ગટરના ઢાંકણાં,પાણી પુરવઠા વિભાગ વગેરે કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.તમામ લાઇટોના ભાવ બ્રાન્ડેડ લાઇટ કરતા બમણા લગાવવામાં આવ્યા છે પરંતુ મોટે ભાગે સાદી અને નબળી ગુણવતા વાળી સ્ટ્રીટ લાઈટો ઉપયોગમાં લેવામાં આવી છે. આટલું જ નહીં એજન્સી પણ ભાજપના જ સત્તાધીશો અથવા તો આગેવાનોની છે તેવો પણ આક્ષેપ પુંજાભાઈ દ્વારા કરાયો છે. જો કે તેમના માલિકો કોણ છે તે અંગે પૂછતા તેમને પુરી જાણકારી નથી તેવું પણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે,એક તરફ સોમનાથ મંદિર નજીક ગટરો ઉભરાઈ છે, સારા રસ્તાઓ નથી.જે સ્ટ્રીટ લાઇટ ઊભી કરવામાં આવી છે તેમાં પણ નોન આઈએસઆઈ કંપનીનો માલ વાપરવામાં આવ્યો છે. નિયમ મુજબ ટેન્ડર : ચીફ ઓફિસર પાલિકાના ચીફ ઑફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે અમને એવું કઈ ધ્યાને આવ્યું નથી.નિયમ મુજબ ટેન્ડર બહાર પાડતા હોઈએ છીએ તે મુજબ કામ અપાતું હોય છે. આ બાબતે તપાસની માંગ કરવામાં આવી છે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેવું કઈ જશે તો ચોક્કસથી તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:ગીર સોમનાથમાં બાળમજૂરી નાબૂદીનો આદેશ, કાર્યવાહી થશે
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભેસાણમાં 1કલાક સુધી કરા સાથે વરસાદ, આજ બપોર બાદ વાતાવરણ ખુલ્લું થશે, 28થી 30 માર્ચ ફરી માવઠું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment