Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:ગીર સોમનાથમાં બાળમજૂરી નાબૂદીનો આદેશ, કાર્યવાહી થશે

    1 week ago

    કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગત વર્ષમાં કરવામાં આવેલી બાળમજૂરી નાબૂદી અંગેની રેડ તેમજ માલિકો સામે દાખલ કરવામાં આવેલા કેસો અને બાળમજૂરીના દંડ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તાર અંતર્ગત થતી બાળમજૂરોની સ્થિતિ અને ચકાસણી તેમજ ડ્રાઈવ અંગે પૃચ્છા કરી અને બાળમજૂરી નાબૂદ કરવા સઘન ચકાસણી હાથ ધરવા કડક સૂચના આપી હતી.કલેક્ટરદ્વારા ટાસ્કફોર્સના તમામ સભ્યોને સાથે મળી સટ્ટાબજાર, પ્રભાસપાટણ અને હાટ બજાર સહિતના વિસ્તારોમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરવા માટે તેમજ સામાન્ય લોકોમાં પણ બાળમજૂરી અંગે જાગૃતિ ફેલાવવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં સ્ટ્રીટ ફૂડ વિસ્તાર, બાંધકામ સાઈટો, કોટેજ ઈન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ ઈન્ડસ્ટ્રીઝ, હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સહિતના સ્થળોએથી બાળમજૂરી નાબૂદ થાય એ દિશામાં કામગીરી કરવા અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શિત કરાયા હતાં.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:લાંભા, દ્વારકા, રાજસ્થાનનાં મંદિરોમાંથી 400 મોબાઈલ ચોરનારી ટોળકી પકડાઈ
    Next Article
    ઊનાના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ:વેરાવળ શહેરમાં વિકાસ કામોમાં ગેરરીતિ, આગામી દિવસોમાં લેખિત રજૂઆત કરવામાં આવશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment