Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકારણ:શૈલેષ પરમારનાં વિરોધી કોંગ્રેસી જમના વેગડા ‘આપ’માં જોડાયાં

    1 week ago

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહીં છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીમાં ચૂંટણી લડવા માગતા નેતાઓ જોડાઇ રહ્યા છે. અમદાવાદના દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસનાં કોર્પોરેટર તરીકે ચૂટાયેલાં જમના વેગડા ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. તેમના પર આશરે 4 વર્ષ પહેલા કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સામે તાંત્રિક વિધી કરાવવાનો આક્ષેપ થયો હતો. જેને કારણે તેમને લગભગ કોંગ્રેસમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ જમના વેગડા આપ પાર્ટીમાં જોડાયા છે. તેમણે વર્ષ 2022માં કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર પર કાળો જાદુ કર્યો હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને કારણે તેમની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આ પછી તેમને કોંગ્રેસમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કોંગ્રેસમાં ફરી જોડાઇ શક્યાં ન હતાં. છેવટે કોંગ્રેસના નિશાન પર કોર્પોરેટર થયા પછી પક્ષમાંથી સસ્પેન્ડ થતાં હવે આગામી ચૂંટણીમાં તેમને કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તેવી કોઇ સંભાવના નથી. આથી તેઓે આમ આદમી પાર્ટીમા જોડાઇ ગયા છે. હવે તેઓ આપ પાર્ટીમાંથી દાણીલીમડા વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે તો નવાઇ નહીં.
    Click here to Read More
    Previous Article
    ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:બોટાદ, રાણપુર, ધંધુકા અને ધોળકામાં માવઠું : ખેડૂતોને માર
    Next Article
    કાર્યવાહી:લાંભા, દ્વારકા, રાજસ્થાનનાં મંદિરોમાંથી 400 મોબાઈલ ચોરનારી ટોળકી પકડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment