Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇમ્પેક્ટ‎:બહુમાળી ભવનમાં પાર્કિંગ સ્ટેન્ડની જોખમી છતો અંતે દૂર કરી નવી નંખાઈ

    1 week ago

    સુરેન્દ્રનગર શહેરથી દૂર આવેલી ખેરાળી રોડ પરની બહુમાળી ભવનની મોટા ભાગની કચેરીઓમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વધુમાં આ ભવનની અંદાજે 30 જેટલી કચેરી આવેલી છે. ત્યારે લોકોની સુવિધા માટે બિલ્ડિંગમાં જ વાહન પાર્કિંગ જોખમી દેખાતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે હાલ આ જોખમી ઉપરનો ભાગ દૂર કરી નવી વ્યવસ્થા કરાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. ખેરાળી રોડ પર આવેલી આ બહુમાળી ભવનમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના અરજદારો ભાડા ખર્ચીને કામકાજ અર્થે જાય છે. બિલ્ડિંગ ભવન બન્યું ત્યારે લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે અંદાજે 2 જેટલા વાહન પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી એક સ્ટેન્ડ ઉપરથી છતો જર્જરિત થવાની સાથે તૂટેલી હાલતમાં દેખાઇ રહી હતી. આથી અહીં આવતા અરજદારો તેમજ વાહનચ લકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. બીજી તરફ આ ભવનના બિલ્ડિંગમાં ફ્લોર પર કઇ કચેરીઓ આવેલી છે તેના બેથી વધુ બોર્ડ પણ કચેરીઓના નામ સાથે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સમય જતા આ બોર્ડ પણ ઝાંખા પડી છે. બોર્ડમાં કચેરીઓના નામ યોગ્ય રીતે નહીં વંચાતા અરજદ રોને એક બિલ્ડિ ગમાંથી બીજી બિલ્ડિંગમાં ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જર્જરિત પાર્કિંગ સ્ટેન્ડના કારણે નાના મોટા વાહનો અવરજ વરથી તેમજ પાર્કિંગોના કારણે લોકોને અક્માતનો ભય રહેતો હતો. આ બાબતની ગંભીરતા લઇને તંત્ર દ્વારા પાર્કિંગ સ્ટેન્ડનો ઉપરનો જોખમી ભાગ દૂર કરી નવો નંખાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણમાં પલટો થતાં જનજીવન પ્રભાવિત થયું:મોરબી-રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, પાક-મિલકતોને નુકસાન‎
    Next Article
    ભાસ્કર ખાસ‎:પોરબંદરના યાર્ડમાં ચાર દિવસમાં 300 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ, પ્રતિકિલોના રૂ.260થી 375 ભાવ બોલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment