Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ‎:પોરબંદરના યાર્ડમાં ચાર દિવસમાં 300 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ, પ્રતિકિલોના રૂ.260થી 375 ભાવ બોલાયા

    1 week ago

    પોરબંદરના બરડા પંથકમાં પણ કેરીના બગીચામાં ફાલ વહેલો આવતા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ પોરબંદરના યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ છે જેથી પોરબંદરના યાર્ડમાં છેલ્લા 4 દિવસમાં 300 બોક્સ કેરીની આવક નોંધાઈ છે જેનો પ્રતિકીલોના રૂપિયા 260થી 375 ભાવ બોલાયા હતા.આ કેરી પોરબંદરના બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી કેરીની આવક થઈ હતી. સમગ્ર રાજ્યના તાલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં વહેલી કેરી પાકે છે.સમગ્ર રાજ્યમાં આવેલ વિવિધ માર્કેટયાર્ડમાંથી એકમાત્ર પોરબંદરના માર્કેટયાર્ડમાં સૌપ્રથમ કેરીની આવક નોંધાઈ છે.પોરબંદરના યાર્ડમાંછેલ્લા 4 દિવસમાં 300 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. પોરબંદર જિલ્લાના બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી કેરીની આવક થઈ હતી.યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિકીલોના ખેડૂત અને ઇજારેદારો રૂપિયા 260થી 375 ભાવ મળ્યા હતા. ગત વર્ષ કરતા 20 દિવસ વહેલી આવક શરૂ પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે એપ્રિલ માસમાં કેરીની આવક શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે 8 માર્ચથી આવક શરૂ થઈ ગઈ છે જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 20 થી 22 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:બહુમાળી ભવનમાં પાર્કિંગ સ્ટેન્ડની જોખમી છતો અંતે દૂર કરી નવી નંખાઈ
    Next Article
    ફરિયાદ:ઉછીના રૂપિયા પાછા માગતા લોખંડની પાઇપ અને લાકડાના ધોકા ઉછળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment