Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણમાં પલટો થતાં જનજીવન પ્રભાવિત થયું:મોરબી-રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, પાક-મિલકતોને નુકસાન‎

    1 week ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મોરબી અને રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. બુધવાર રાતથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયો વહેલી સવારથી પવનની ગતિ તેજ બનતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. ગુરુવારે બપોર બાદ અનેક તાલુકા અને શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદે ખાસ કરીને ખેતી પર અસર કરી છે. અનેક સ્થળોએ તૈયાર પાક પવનથી ઢળી પડ્યા હતા અને કાપણી કરેલો માલ ભીંજાઈ જતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. બીજી તરફ, શહેરોમાં વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ તૂટી પડવા, પતરાં ઉડવા જેવી ઘટનાઓ સામે આવી હતી. વીજ પુરવઠો પણ અનેક વિસ્તારોમાં ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આ બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો, વેપારીઓ, જનતા પર અસર જોવા મળી રહી છે. ઉપલેટાના પ્રાંસલા ગામે વીજળી પડતાં માતા સહિત ત્રણ ઇજાગ્રસ્ત તાલુકાના પ્રાસલા ગામે વરસાદી માહોલ દરમિયાન ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવાર પર વીજળી પડતાં માતા સહિત ત્રણ જણા ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ, પ્રાસલા ગામે ખેતરમાં કામ કરી રહેલા રમાબેન રાણાભાઈ ચૌહાણ તથા તેમના બે પુત્રો પર અચાનક વીજળી ત્રાટકી હતી. ઘટનામાં ત્રણેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ રમાબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે બંને પુત્રોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. લીલાખા-સુલતાનપુર રોડ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો લીલાખા-સુલતાનપુર રોડ પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. માર્ગ પર વૃક્ષ પડતાં થોડા સમય માટે અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમ દ્વારા JCB મશીનની મદદથી રસ્તા પર પડેલું વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ માર્ગ પરથી અવરોધ દૂર થતાં વાહનવ્યવહાર ફરીથી યથાવત કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પંથક મુજબ વિગતો: નોંધાયેલ વરસાદ (મીમી) મોરબી જિલ્લામાં ખેતીને અસર તજજ્ઞનો મત: "આ વરસાદ ખેડૂતો માટે અત્યંત નુકસાનદાયક સાબિત થઈ શકે છે કારણ કે ઘઉં વરીયાળી અને જીરુ સહિતના પાકને પવન એક તરફ નમાવી દે છે. ખાસ કરીને તૈયાર પાક અને કાપણી કરેલા માલને ભારે ફટકો પડે છે." - ડો. ગનીભાઈ પટેલ, કૃષિ તજજ્ઞ
    Click here to Read More
    Previous Article
    આયોજન:વીવીઆઇપી કોન્વોય માટે GMC આધુનિક રેસ્ક્યૂ વ્હિકલ ખરીદશે
    Next Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:બહુમાળી ભવનમાં પાર્કિંગ સ્ટેન્ડની જોખમી છતો અંતે દૂર કરી નવી નંખાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment