Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:વીવીઆઇપી કોન્વોય માટે GMC આધુનિક રેસ્ક્યૂ વ્હિકલ ખરીદશે

    6 days ago

    ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય વીવીઆઇપી મહાનુભાવોના કાફલામાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી અને રેસ્ક્યુ સુવિધા સાથેના બે અદ્યતન કોન્વોય વાહનો ખરીદવામાં આવશે. આ બંને વાહનો ફાયર બ્રિગેડને અપાશે. પ્રોટોકોલ પ્રમાણે આ પ્રકારના વાહનો વીવીઆઇપી મૂવમેન્ટ વખતે તેમના કોન્વોયમાં રાખવાના હોય છે. હાલ આ પ્રકારના બે વાહનો છે પરંતુ નવી અદ્યતન સુવિધા સાથેના 4 બાય 4 એસયુવી ટાઇપ મજબૂત કોન્વોય વ્હીકલ ખરીદવાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ કન્વોય વાહનોમાં આધુનિક ટેક્નોલોજી સાથે વિવિધ પ્રકારના રેસ્ક્યુ અને ફાયરફાઇટિંગ સાધનો મૂકવામાં આવશે. ખાસ કરીને તેમાં હાઇડ્રોલિક કટર અને કોમ્બી ટૂલ્સ રહેશે, જે વાહન અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટલ કાપવા, ફેલાવવા અને લિફ્ટિંગ માટે ઉપયોગી બનશે. વાહનમાં પોર્ટેબલ CAFS (Compressed Air Foam System) પણ આપવામાં આવશે, જે શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે ખૂબ અસરકારક રહેશે અને ઓછા સમયમાં ફોમ છાંટીને આગને નિયંત્રિત કરી શકશે. તે ઉપરાંત, પેટ્રોલ ઓપરેટેડ ચેઇન સો અને ડાયમંડ ચેઇન સો જેવી સાધનો રાખવામાં આવશે, જે ઝાડ, કોંક્રિટ અથવા અન્ય અવરોધોને કાપવા માટે ઉપયોગી બનશે. વાહનમાં મલ્ટી-ફંક્શનલ હૂક સિસ્ટમ રહેશે, જેમાં ફાયર એક્સ, હેમર, શોવલ, સો અને અન્ય ટૂલ્સ એક જ કિટમાં ઉપલબ્ધ રહેશે, જેથી આપત્તિ સ્થળે તરત જ વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય. સાથે જ, 2 ટન ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રિક વિન્ચ પણ ફિટ કરવામાં આવશે, જે ભારે વસ્તુઓ ખેંચવા અથવા અકસ્માતમાં ફસાયેલા વાહનોને હટાવવા માટે ઉપયોગી રહેશે. વીવીઆઇપી રૂટમાં કોન્વોયના વાહનોનો આંતરિક અકસ્માત, રૂટ પર અન્ય વાહનોનો અકસ્માત કે આગ જેવા બનાવ બને ત્યારે આ કન્વોય વાહનોનો મુખ્ય ઉપયોગ રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે થઇ શકશે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:તંત્રની ખામીને કારણે નાગરિકોના કામો અટકવાં ન જોઇએ: હર્ષ સંઘવી
    Next Article
    વાતાવરણમાં પલટો થતાં જનજીવન પ્રભાવિત થયું:મોરબી-રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, પાક-મિલકતોને નુકસાન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment