Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:તંત્રની ખામીને કારણે નાગરિકોના કામો અટકવાં ન જોઇએ: હર્ષ સંઘવી

    4 days ago

    ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું તેમજ તેને મંજૂરી અપાઈ હતી. આગામી વર્ષ માટે 9.50 કરોડના ખર્ચના 371 કામોને મંજૂરી અપાઇ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના તમામ અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાય નહીં તે માટે તાકીદ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા સહયોગ સાધવા જણાવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 15 % વિવેકાધીન તાલુકા કક્ષાની 721 લાખ, 15% ખાસ અંગભૂત હેઠળ 79 લાખ તથા નગરપાલિકા કક્ષાની 150 લાખ ગ્રાન્ટ અંતર્ગત કુલ 950 લાખના કુલ 371 કામમાંથી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠા, ગંદા વસવાટોની સુધારણા, વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, પોષણ વગેરે વિભાગ અંતર્ગતના કુલ 363 વિકાસ કાર્યો માટે 934.23 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:શહેરમાં મેટ્રો સ્ટેશન પાર્કિંગનો મામલો ત્રણ વિભાગ વચ્ચે ફસાયો, GMCનું ટેન્ડર લટક્યું
    Next Article
    આયોજન:વીવીઆઇપી કોન્વોય માટે GMC આધુનિક રેસ્ક્યૂ વ્હિકલ ખરીદશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment