Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:વલસાડમાં લાયન્સ રીજન કોન્ફરન્સ ‘શ્રી ઉત્સવ’ યોજાઈ

    2 weeks ago

    વલસાડના તીથલ દરિયાકિનારે આવેલ ‘સરજુ પેલેસ’ ખાતે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F2 ના રીજન-5 દ્વારા રીજન કોન્ફરન્સ ‘શ્રી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રીજન ચેરપર્સન લાયન સુધાબેન પરમારના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 15 જેટલી લાયન્સ ક્લબોના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં વલસાડ, પારડી, ઉદવાડા, વાપી અને ભિલાડ જેવી વિવિધ ક્લબો દ્વારા કરવામાં આવેલા વિશિષ્ટ સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. આઈ ચેકઅપ કેમ્પ, મોતિયાના ઓપરેશન, બ્લડ ડોનેશન, અંતરિયાળ ગામોમાં અનાજ- કપડાનું દાન, સ્મશાનગૃહનું નિર્માણ અને ટીબી પેશન્ટોને ન્યુટ્રિશન કીટ વિતરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સેવાકાર્યો બદલ ક્લબના હોદ્દેદારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કાર્યક્રમમાં મહેમાનો માં district governor લાયન મોનાબેન દેસાઈ , DG ટીમ અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરઓ તેમજ મુખ્ય અતિથિ તરીકે લાયન ઉષાબેન દેસાઈ, લાયન કિશોરભાઈ ગાંધી અને લાયન મિટુલભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ‘One Region One Activity’ ના સૂત્ર હેઠળ તમામ ક્લબોએ સાથે મળીને કરેલા સેવાકાર્યો આ કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેનર પ્રેઝન્ટેશન અને એક્ટિવિટી ડિસ્પ્લે સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો અપાયા હતા. કોન્ફરન્સ ચેરપર્સન મહેશભાઈ અને સમગ્ર ટીમની મહેનતથી આ આયોજન સફળ રહ્યું હતું, જેણે લાયન્સ ક્લબની સેવાકીય સુવાસ પ્રસરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ‎‎અત્યાધુનિક સુપર સકર મશીનનો ઉપયોગ‎ કરાયો:ધરમપુરમાં ભૂગર્ભ ગટર- ચેમ્બર સફાઈ માટે અત્યાધુનિક મશીનનો ઉપયોગ
    Next Article
    રહીશો પાણીથી વંચિત:ભર ઉનાળે વલસાડના વોર્ડ નં.1માં લાઇન જર્જરીત થતા પીવાનું પાણી આવતું જ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment