Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‎‎અત્યાધુનિક સુપર સકર મશીનનો ઉપયોગ‎ કરાયો:ધરમપુરમાં ભૂગર્ભ ગટર- ચેમ્બર સફાઈ માટે અત્યાધુનિક મશીનનો ઉપયોગ

    2 weeks ago

    ધરમપુર નગરપાલિકા દ્વારા નગરની ભૂગર્ભ ગટર લાઈનો અને ચેમ્બરોને સાફ કરવા માટે અત્યાધુનિક સુપર સકર મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ મશીન ગટરમાં રહેલા કાદવ અને પથ્થરોને 60 ફૂટની ઊંડાઈએથી ખેંચવાની ક્ષમતા ધરાવે છે. આ સામાન્ય જેટિંગ મશીનો કરતા આ મશીન વધુ શક્તિશાળી છે. આ મશીન ગટરનું પાણી ખેંચી તેને ફિલ્ટર (રિસાઈકલ) કરે છે અને એ જ પાણીને ભારે પ્રેશર સાથે ફરી લાઈનમાં મારે છે. જેથી બ્લોકેજ સંપૂર્ણપણે દૂર થાય છે. મશીનમાં 7000 લિટરની ટેન્ક અને 6 ઇંચના શક્તિશાળી વેક્યુમ પાઈપ છે. 50 થી 60 ફૂટ સુધી જમા થયેલો કાદવ અને પથ્થરો આસાનીથી કાઢી શકાય છે. જેનાથી ગટર લાઈન નવી જેવી ચોખ્ખી થઈ જશે.ધરમપુરના પાલિકા પ્રમુખ મયંક મોદી, ઉપપ્રમુખ ઉમાબેન ભોયા અને ચીફ ઓફિસર વિજય ઈટાલીયા સહિતના હોદ્દેદારોએ સુરત RCM કચેરી ખાતે આ મશીનની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. GUDCએ આ આધુનિક મશીન ફાળવતા હવે નગરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફરમાવી સજા:વલસાડ પાલિકાના કર્મીએ સગીરાને બિભત્સ ફોટા બતાવતા 2 વર્ષની કેદ
    Next Article
    ભાસ્કર વિશેષ:વલસાડમાં લાયન્સ રીજન કોન્ફરન્સ ‘શ્રી ઉત્સવ’ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment