Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મોબાઈલમાં મહિલાઓના વીડિયો ઉતારનાર સામે પોલીસ ફરિયાદ થઈ

    1 week ago

    ગત 17 માર્ચના રોજ સોલા સિવિલના એક્સ-રે વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારી વિષ્ણુ મકવાણા દ્વારા મહિલાનો વીડિયો ઉતારવાની શરમજનક ઘટના બની છે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપિકાબેન સિંઘલે જણાવ્યું કે, મહિલા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જોકે, 181 હેલ્પલાઇનની હાજરીમાં બંને પક્ષો વચ્ચે રૂ. 5 હજારમાં સમાધાન થતા સોલા પોલીસે એફઆઈઆર લેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ઘટનાની ગંભીરતા જોતા હોસ્પિટલ તંત્રએ DYSPને લેખિત ફરિયાદ કરી ઉંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે.જીએમઈઆરએસ (GMERS) ના સીઈઓ ડો. મનીષ રામાવતે જણાવ્યું કે, આરોપીનો મોબાઈલ પોલીસ પાસે છે. જો અન્ય મહિલાઓના વીડિયો મળી આવશે તો સુઓમોટો ફરિયાદ દાખલ કરાશે. હાલ આરોપીને નોકરીમાંથી તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:80% બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ કે ડસ્ટ સેન્સર નથી મ્યુનિ.એ 1 વર્ષમાં 591 સાઈટને 1.67 કરોડ દંડ ફટકાર્યો
    Next Article
    200 પેસન્જરના જીવ તાળવે ચોંટી ગયાં:બે ફ્લાઈટના પાઈલટને રનવે ન દેખાતાં ટચ ડાઉન કરી આકાશમાં ચક્કર માર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment