Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:80% બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ કે ડસ્ટ સેન્સર નથી મ્યુનિ.એ 1 વર્ષમાં 591 સાઈટને 1.67 કરોડ દંડ ફટકાર્યો

    1 week ago

    અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધારવામાં કન્સ્ટ્રક્શન અને રિડેવલપમેન્ટ સાઇટ્સ સૌથી વધુ જવાબદાર છે. પ્રદૂષણ રોકવા માટે મ્યુનિ. દ્વારા સાઇટ પર ડસ્ટ માપવાના યંત્રો લગાવવાનો આદેશ અપાયો છે, છતાં 819 સાઇટમાંથી માત્ર 159 સાઇટે જ આ સાધનો વસાવ્યા છે. બિલ્ડરો ગ્રીન નેટ કે ડસ્ટ સેન્સર લગાવવાને બદલે રૂ. 50 હજારથી 1 લાખનો દંડ ભરવાનું પસંદ કરી રહ્યા છે. એક વર્ષમાં મ્યુનિ.એ 591 સાઇટ પાસેથી 1.67 કરોડની પેનલ્ટી વસૂલી છે. કેન્દ્ર સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે રૂ. 600 કરોડની ગ્રાન્ટ આપે છે, જેનો ઉપયોગ વોલ-ટુ-વોલ રોડ અને મીસ્ટ મશીન જેવા પ્રોજેક્ટ્સમાં થાય છે. ઉડતી ધૂળને રોકવા તમામ સાઇટને પાણીનો છંટકાવ (મીસ્ટ) કરવાની સૂચના અપાઈ હોવા છતાં 80% બિલ્ડરો તેની અવગણના કરી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, વીએસ હોસ્પિટલ જેવી તોડાતી મોટી સાઇટ્સ પર ધૂળના ડમરી ઉડે છે, છતાં ત્યાં કોઈ પેનલ્ટી કે તપાસની તસ્દી લેવાતી નથી. ઉ. પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 50 લાખનો દંડ વસૂલ કરાયો ઝોન કુલ સાઈટ દંડાયેલી રકમ લાખમાં ઉ.પશ્ચિમ 198 204 50.85 દ.પશ્ચિમ 143 92 17.33 પશ્ચિમ 163 66 17.99 મધ્ય 11 17 6.20 ઉત્તર 73 64 26.30 પૂર્વ 180 88 28.65 દક્ષિણ 51 60 20.01 કુલ 819 591 167.34 સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી રિડેવલપમેન્ટ સાઈટ પાસેથી કોઈ પેનલ્ટી ન લેવાઈ શહેરમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ રિડેવલપમેન્ટ માટે તોડાતી કંન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા ફેલાવવામાં આવે છે જોકે આવી કન્સ્ટ્રક્શન સાઇટને મ્યુનિ.એ કોઈ જ પેનલ્ટી કરી નથી. કે પછી ત્યાં સેન્સર લગાવ્યાની તપાસ કરવાની પણ કોઇ તસ્દી લેવાઇ નથી. આવી જ એક તોડાતી કન્સ્ટ્રક્શન સાઇટ વી.એસ. હોસ્પિટલની પણ છે જ્યાં સતત ઉડતી ધૂળ ઉડે છે. ત્યાં ધૂળ બેસાડવા મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ પણ કરાતો નથી.
    Click here to Read More
    Previous Article
    ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ:ભારે પવન સાથે માવઠું ત્રાટકતા 150 વૃક્ષ,15 વીજપોલ ધરાશાયી : ત્રણ રસ્તા બંધ
    Next Article
    કાર્યવાહી:મોબાઈલમાં મહિલાઓના વીડિયો ઉતારનાર સામે પોલીસ ફરિયાદ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment