Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ:ભારે પવન સાથે માવઠું ત્રાટકતા 150 વૃક્ષ,15 વીજપોલ ધરાશાયી : ત્રણ રસ્તા બંધ

    1 week ago

    કમોસમી વરસાદે આજે સાંજે જાણે સમગ્ર અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો હતો. ઢળતી સાંજે જિલ્લાભરમાં ભારે આંધી તોફાન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચારે તરફ ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. મોટા પ્રમાણમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જેનાથી વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. કેરી ઉપરાંત રવિ પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સાંજે અમરેલીમાં ચડી આવેલા વાદળો જાણે અષાઢ વરસતો હોય તેમ ગાજવીજ સાથે વરસી પડ્યા હતા. આ પૂર્વે ધૂળની આંધી ફુંકાઈ હતી. જેના કારણે સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફરી વળ્યો હતો. વરસાદના કારણે અમરેલીના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઠેબી નદીના કાંઠે લાગેલી મરચા બજાર પાણી પાણી થઈ હતી. શહેરમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ અને દુકાનોના બોર્ડ ઊડ્યા હતા. વડીયા, સાવરકુંડલા, ધારી, અમરેલી, લીલીયા, લાઠી વિગેરે વિસ્તારમાં અતિ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ઠેક ઠેકાણે વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા હતા. સમગ્ર જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળેલ છે. વૃક્ષો પડી જતા અમરેલી વડીયા માર્ગ ઉપરાંત અમરેલી સાવરકુંડલા માર્ગ અને લાઠીનો માર્ગ પણ બંધ થયો હતો. અને મોડેથી વૃક્ષો હટાવી તે શરૂ કરાયો હતો. સાવરકુંડલામાં બે પાલા ધરાશાયી થયા હતા. ઉપરાંત અનેક હોર્ડિંગ પણ ઉડ્યા હતા. વડીયા પંથકમાં 10 વૃક્ષો પડી ગયા હતા. બાબરા પંથકમાં અતિ ભારે પવન અને વરસાદના કારણે મોટું નુકસાન થયું હતું. અહીં કથા મંડપના સમિયાણો હવામાં ઊડ્યો હતો. એક સ્થળે કાર પર વૃક્ષ તૂટી પડ્યું હતું. લાઠીમાં ગાગડીયા સર્કલ પાસે વૃક્ષો તૂટી પડતા રસ્તો બંધ થયો હતો. ધારીમાં મોડી સાંજે આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હતું અને આંધી સાથે વરસાદ ત્રાટક્યો હતો. બાબરામાં ઈંટના 150 યુનિટને નુકસાન : પવનચક્કીઓ બંધ કરાઇ બાબરામાં 150થી વધુ ઈંટ ઉત્પાદકોના યુનિટ ચાલી રહ્યા છે. આજના કમોસમી વરસાદને પગલે ઈંટ ઉત્પાદકોને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓને તાબડતોબ બંધ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:અમરેલીમાં મિશન લાઈફ અભિયાન હેઠળ વોકેથોન રેલી યોજાઈ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:80% બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ કે ડસ્ટ સેન્સર નથી મ્યુનિ.એ 1 વર્ષમાં 591 સાઈટને 1.67 કરોડ દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment