Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:અમરેલીમાં મિશન લાઈફ અભિયાન હેઠળ વોકેથોન રેલી યોજાઈ

    1 week ago

    પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત વિશાળ વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ વોકેથોન રેલીનો પ્રારંભ શહેરના સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડથી કરવામાં આવ્યો હતો. રેલી રાજકમલ ચોક સુધી પહોંચી ત્યારબાદ ફરી સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન પર્યાવરણ બચાવ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અને ક્લાઈમેટ ચેન્જ સામે જાગૃત બનવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ તેમજ વિવિધ રમતના કોચ અને ટ્રેનરો સહિત અંદાજે 500 જેટલા લોકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિ સાથે સંવાદિતા અને બદલાતા હવામાનના પડકારો સામે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:બગસરા ખાતે આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી ધરણાં કર્યા
    Next Article
    ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ:ભારે પવન સાથે માવઠું ત્રાટકતા 150 વૃક્ષ,15 વીજપોલ ધરાશાયી : ત્રણ રસ્તા બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment