Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:બગસરા ખાતે આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી ધરણાં કર્યા

    1 week ago

    બગસરા શહેર અને પંથકની આંગણવાડી વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આવેદન પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને તેના અનુસંધાને ત્રણ દિવસ માટે માસ સિવિલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ધરણા પર બેસી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા. મહિલાઓએ હમ સબ એક હૈ અને હમારી માંગે પુરી કરો જેવા નારા લગાવી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ ફોન ડેટા એન્ટ્રી માટે યોગ્ય રીતે કાર્ય કરતા નથી, તેથી નવા મોબાઇલ આપવા, ઉપરાંત ફિક્સ પગારના બદલે કાયમી પગારધોરણ લાગુ કરવા, છેલ્લા ત્રણ મહિનાથી આંગણવાડી કેન્દ્રોના બિલો ચૂકવવામાં આવ્યા નથી, તે તાત્કાલિક ચૂકવવા તેમજ ફરજ બજાવતી બહેનોને ડ્રેસ આપવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ:જિલ્લામાં ભારે આંધીથી 207 ફીડર બંધ થયા, રાત સુધીમાં 109 ફીડર ચાલુ કરાયા
    Next Article
    ભાસ્કર વિશેષ‎:અમરેલીમાં મિશન લાઈફ અભિયાન હેઠળ વોકેથોન રેલી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment