Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ:જિલ્લામાં ભારે આંધીથી 207 ફીડર બંધ થયા, રાત સુધીમાં 109 ફીડર ચાલુ કરાયા

    1 week ago

    અમરેલી જિલ્લામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે વીજ પુરવઠા વ્યવસ્થામાં મોટો વિક્ષેપ સર્જાયો છે. પવનની તીવ્રતા વધતા અનેક જગ્યાએ વીજ લાઈનો અને વીજપોલને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. અમરેલી ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય હતી જેના કારણે ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો હતો, જિલ્લામાં કુલ 1079 ફીડર કાર્યરત છે, જેમાંથી ભારે પવનના કારણે 207 ફીડર અચાનક બંધ થઈ ગયા હતા. PGVCLની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે મોડી રાત સુધી 98 ફીડર હજુ બંધ હોવાના અહેવાલ મળ્યા છે. ધારી, વાડિયા અને સાવરકુંડલા પંથકમાં પવનની અસર વધુ જોવા મળી હતી. આ વિસ્તારોમાં આશરે 15 જેટલા વીજપોલ ધરાશાઈ થયાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે અનેક ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PGVCLની ટીમો યુદ્ધના ધોરણે રાત્રે પણ કામગીરીમાં લાગી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:10 વૃક્ષો ધરાશાયી થતા અમરેલી વડિયાનો બંધ થયેલો માર્ગ મોડેથી ખુલ્લો કરાવાયો
    Next Article
    વિરોધ:બગસરા ખાતે આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી ધરણાં કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment