Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:મલાતજથી પરત સુરત જતાં મિત્રોની કાર ટ્રકની પાછળ અથડાતાં બેના મોત

    1 week ago

    આણંદ પાસે આવેલાં મલાતજ ગામથી સુરત પરત જઇ રહેલાં મિત્રોની કાર ભરૂચ પાસે એકસપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ઘૂસી જતાં બે મિત્રોના મોત થયાં છે ભીષણ અકસ્માતમાં સુરતના બે યુવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતના હીરા બાગ વિસ્તારમાં રહેતા સુમિત ગોહિલ પોતાના મિત્રો સાથે માતાજીના દર્શન કરવા માટે કારમાં આણંદ જિલ્લાના મલાતજ ગામે ગયા હતા. મલાતજ ગામે દર્શન કર્યા બાદ તમામ કારમાં પરત સુરત આવવા માટે નીકળ્યાં હતાં. કાર કપિલ મહેતા ચલાવી રહયો હતો. તેમની કાર વહેલી સવારે ભરૂચ નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે આગળ ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા સુમિત ગોહિલનું સ્થળ પર જ મોત થયું હતું જયારે પાછળની સીટ પર બેઠેલા નિગમ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુગ અને કમલેશ સહિત 3 લોકોને ઇજા પહોંચી હતી. ભાસ્કર ઇનસાઇડ‎ ચાર લેનના હાઇવે પર નિયમોનું પાલન થતું નથી હાલમાં વાસદથી કીમ સુધી નવા એકસપ્રેસ હાઇવેને ખુલ્લો મુકવામાં આવ્યો છે. બંને તરફ મળીને હાઇવે કુલ આઠ લેનનો છે. અન્ય જીઆઇડીસીમાંથી માલની હેરાફેરી કરતી ટ્રકો પણ પસાર થઇ રહી છે. ટ્રકો ચાલતી હોવાથી 120 કીમી પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપે આવતાં કારચાલકો ટ્રકની પાછળ અથડાઇ જવાના બનાવો બની રહયાં છે.
    Click here to Read More
    Previous Article
    ગોકળગતિએ ચાલતું કામ:જંબુસરના ડોલીયાથી આમોદના દેણવા વચ્ચેનો પુલ 10 વર્ષે પણ હજીય અધૂરો
    Next Article
    85 ટીમ વીજ બિલની ઉઘરાણી કરવા નીકળી‎:4,554 ગ્રાહકો પાસેથી 2.22 કરોડની વસૂલાત કરાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment