Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    85 ટીમ વીજ બિલની ઉઘરાણી કરવા નીકળી‎:4,554 ગ્રાહકો પાસેથી 2.22 કરોડની વસૂલાત કરાઇ‎

    1 week ago

    ભરૂચ જિલ્લા ડીજીવીસીએલ વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માં રેવન્યુ ટાર્ગેટ પૂર્ણ કરવા ખાસ ડ્રાઈવ હાથ ધરી છે. જેને લઈને ડીજીવીસીએલ વિભાગે સૌથી પહેલા પૂર્વ પેટાવિભાગ વિસ્તારમાં, અને પશ્ચિમ વિસ્તારમાં કાર્યવાહી બાદ 17 અને 18 માર્ચે ભરૂચ શહેર તેમજ ભરૂચ તાલુકાના તમામ ગામડાઓમાં ડીજીવીસીએલ ના 6 વિભાગની 85 જેટલી ટીમે 5500 જેટલા વીજ જોડાણ કાપવા ની કાર્યવાહી કરવા માટે સૂચના મળતા ટીમે 17 અને 18 આમ બે દિવસ ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટીમે સ્થળ પર જઈને વીજ ગ્રાહકોને વીજ બીલ ભરવાનો એક અવસર આપવામાં આવ્યો હતો તે દરમિયાન સ્થળ પર 4554 ગ્રાહકોએ ઓનલાઇન તેમજ ઓફલાઇન કુલ 2.22 કરોડ રકમની વીજ વિભાગે વસુલાત કરી હતી. જ્યારે 1500 જેટલા જોડાણોના 71 લાખ જેટલા બિલ બાકી હોવાના કારણે જોડાણ કાપવા ની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે કેટલાક ગ્રાહકોને થોડા સમયમાં જ બિલ ભરી ડેટા તાત્કાલિક વીજ જોડાણ ફરી ચાલુ કરવામાં આવી રહ્યા છે. ઉલેખનીય છે કે, આગામી દિવસમાં પણ વીજ બિલ નહીં ભરનાર સામે વીજ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. તેથી જે ગ્રાહકોનાં વીજ બિલ બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા અપીલ કરવામાં આવી છે. વીજ જોડાણ ફરી લગાવવા ફી પહેલાં ભરવી પડશે વીજ વિભાગ બિન નહીં ભરનાર ના વીજ જોડાણ કાપી નાખવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે. તેમજ મીટર મૂકવા માટે જોડાણ માટેની ફી પહેલા ભરવી પડશે અને ત્યારબાદ જોડાણ માટે હુકમ કરવામાં આવશે. ત્યાર બાદ પ્રાથમિકતા મુજબ મીટર મૂકવામાં આવશે તેથી સમય લાગશે.
    Click here to Read More
    Previous Article
    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:મલાતજથી પરત સુરત જતાં મિત્રોની કાર ટ્રકની પાછળ અથડાતાં બેના મોત
    Next Article
    દરિયા કાંઠા વિસ્તારનું પેટ્રોલીંગ‎:દરિયાકાંઠે શંકાસ્પદ બોટ તેમજ ઈસમો, અવાવરૂ જગ્યાનું ચેકીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment