Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:પ્લોટ ન વેચાતાં ઔડાનો વિકાસ રુંધાયો ફંડ માટે મ્યુનિ. વિસ્તારના પ્લોટ વેચશે

    2 weeks ago

    ઔડા દ્વારા છેલ્લા ચાર વર્ષમાં 19માંથી માત્ર 7 પ્લોટ વેચાતા ફંડના અભાવે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ અટવાયા છે. શહેરથી દૂરના વિસ્તારોમાં પ્લોટ હોવાથી લેવાલ મળતા નથી, જેથી હવે ઔડાએ મ્યુનિસિપલ હદમાં આવેલા કિંમતી કોમર્શિયલ પ્લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. મ્યુનિય દ્વારા કુલ 39 કોમર્શિયલ પ્લોટ પરથી દબાણો દૂર કરી ઔડાને સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ભાટમાં 21, ઝુંડાલમાં 8 અને મોટેરામાં 5 સહિત કુલ 39 કોમર્શિયલ પ્લોટની હરાજી કરી ફંડ ઉભું કરાશે. જ્યારે 7 રહેણાંક પ્લોટ કોર્પોરેશન હસ્તક જ રહેશે. ગાંધીનગર કોર્પોરેશન પાસેથી પણ ઔડા પોતાના પ્લોટ પરત મેળવી વેચાણ માટે મૂકશે. રાજ્ય સરકારે 2021માં કોર્પોરેશન હદવિસ્તારમાં આવતા ઔડાના પ્લોટને મ્યુનિ.ને સોંપવા આદેશ કર્યો હતો. ઔડાએ મ્યુનિ. હદમાં આવતા તમામ પ્લોટોનો હવાલો સોંપી દીધો હતો. ઔડાના એસ્ટેટ વિભાગ દ્વારા કોર્પોરેશનને તમામ સૂચના આપી દેવાઈ છે. છેલ્લા 1 વર્ષમાં 4699 ખેતીની જમીન એનએ થઇ અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં ખેતીની જમીનને બિન ખેતી (એનએ)માં બદલવા માટેની કુલ 9442 અરજી થઇ હતી. તેમાંથી 4669 અરજીઓમાં જમીનને બિન ખેતી કરવાની મંજૂરી આપી દેવાઈ છે. ટીપી સ્કીમ હેઠળ શહેરમાં અમદાવાદના સત્તામંડળોને છેલ્લા 2 વર્ષમાં કોમર્શિયલ હેતુ માટે 16.69 લાખ ચો.મી.ના 190 પ્લોટ વેચાણ માટે મળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવા મુખ્યમંત્રી પાસે ધારાસભ્યની માંગણી
    Next Article
    રોજગાર:બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 14 વિદ્યાર્થીને રૂ.17.22 લાખ વાર્ષિક જોબ પેકેજની ઓફર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment