Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવા મુખ્યમંત્રી પાસે ધારાસભ્યની માંગણી

    2 weeks ago

    ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સનાતન ધર્મના નિયમનું ચુસ્તપણે પાલન કરનાર સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોતર પદ્મ વિભૂષણ એવોર્ડ અપાવવા રજૂઆત કરી છે. સ્વામીશ્રી નીર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા અને કરુણા દ્રષ્ટ્રીથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ પ્રકારના નાતી જતીના ભેદભાવ વગર છેલ્લા 14 વર્ષથી નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ ઉપરાંત દર્દી તથા તેમના સગાઓને આરોગ્યલક્ષી સેવા આપવા માટે ટીંબી ગામે હોસ્પિટલ શરુ કરાયેલ છે. આ હોસ્પિટલના તમામ પ્રકારની સુવિધાઓ નિશુલ્ક સેવા કરાઇ છે. ટીમ્બી આરોગ્ય મંદિરના દાતાઓ દ્વારા ઉદારતાપૂર્વક અપાયેલ દાન ટ્રસ્ટી મંડળના સુચારુ આયોજનથી હોસ્પિટલ કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી એકપણ રૂપીયા વિનાના ખર્ચ વિના દર્દીને આરોગ્ય સેવા આપવામાં આવે છે. ભૂતકાળમાં ભારત સરકાર દ્વારા આવા રાષ્ટ્રહિતના કાર્યો કરતા મહાન સંતોને પદ્મ વિભૂષણ જેવા સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. પરમ પૂજ્ય સ્વામી નીર્દોષાનંદ સરસ્વતીજી મહારાજને પદ્મ વિભૂષણથી મરણોતર સન્માન આપવા રજૂઆત કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:અમરેલી જિલ્લામાં 941 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશ શરૂ
    Next Article
    નિર્ણય:પ્લોટ ન વેચાતાં ઔડાનો વિકાસ રુંધાયો ફંડ માટે મ્યુનિ. વિસ્તારના પ્લોટ વેચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment