Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:અમરેલી જિલ્લામાં 941 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશ શરૂ

    2 weeks ago

    રાજ્યમાં બાળ વિકાસ સેવાઓને વધુ મજબૂત બનાવવા અને આંગણવાડી કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી નવીનીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં કુલ 961 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાંથી 941 આંગણવાડીઓમાં નવીનીકરણ અને આધુનિકીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને આકર્ષક બનાવવા માટે રંગરોગાન, મરામત તેમજ વિવિધ માળખાકીય સુવિધાઓમાં સુધારા કરવામાં આવી રહ્યા છે, સાથે આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જણાવ્યા મુજબ આ કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લામાં હજારો નાના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને વધુ સુવિધાસભર અને સુરક્ષિત પરિસ્થિતિમાં સેવાઓ ઉપલબ્ધ થશે. સરકારની આ પહેલથી આંગણવાડી કેન્દ્રોની ગુણવત્તા સુધરશે અને બાળ વિકાસ તથા માતૃત્વ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં સહાય મળશે.
    Click here to Read More
    Previous Article
    રહીશો પાણીથી વંચિત:ભર ઉનાળે વલસાડના વોર્ડ નં.1માં લાઇન જર્જરીત થતા પીવાનું પાણી આવતું જ નથી
    Next Article
    રજૂઆત:સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવા મુખ્યમંત્રી પાસે ધારાસભ્યની માંગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment