Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પીર યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટી:એકતાનો સંદેશ આપવા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    1 week ago

    સુરેન્દ્રનગરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સૈયદ યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાના સુંદર દર્શન થયા હતા, જ્યાં બંને સમુદાયના અગ્રણીઓ એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇફતાર સમારંભમાં શહેરના નામાંકિત ડોકટરો, વકીલો, રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને વેપારીઓ સહિત વિવિધ ધર્મ અને વર્ગના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભાઈચારા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત મહેમાનો દ્વારા સૈયદ યુસુફમીયા બાપુને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક જ પંક્તિમાં બેસીને રોજા ખોલતા જોવા મળ્યા હતા, જેના કારણે સામાજિક સૌહાર્દ અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    દાવો- ઈરાની હુમલામાં અમેરિકી F-35 ફાઈટર જેટને નુકસાન:ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું; ઈરાન ઉપર મિશન દરમિયાન હુમલો; પાયલટ સુરક્ષિત
    Next Article
    વલસાડમાં વાતાવરણ બદલાયું, ધૂળની ડમરીઓ ઉડી:ભારે પવનથી કેરીના પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment