Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વાતાવરણ બદલાયું, ધૂળની ડમરીઓ ઉડી:ભારે પવનથી કેરીના પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત

    1 week ago

    વલસાડ જિલ્લામાં 19મી માર્ચની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ બદલાયેલા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે આ પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેનાથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. માર્ગો પરથી પસાર થતા મોપેડ, બાઇક અને સાયકલ સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને સલામતી માટે રસ્તા પર જ થંભી જવાની ફરજ પડી હતી. વલસાડ જિલ્લો તેની હાફૂસ અને કેસર કેરી માટે જાણીતો છે. હાલમાં આંબા પર મોર (ફૂલ) અને નાની કેરીઓ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવનને કારણે આંબા પરથી મોર ખરી જવાની શક્યતા છે, તેમજ વાતાવરણમાં ભેજ અને પલટાને કારણે કેરીના પાકમાં મધિયો કે અન્ય રોગ આવવાનો ભય સતાવી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ અચાનક આવેલા પલટાને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ હતી. ધૂળની ડમરીઓના કારણે રાહદારીઓને આંખ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં છૂટાછવાયા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે વહીવટી તંત્ર અને ખાસ કરીને બાગાયત વિભાગ સતર્ક બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પીર યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટી:એકતાનો સંદેશ આપવા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
    Next Article
    Dehgam Cattle Breeder | પશુ પાલકોના પેટ પર લાત ? । Gandhinagar | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment