Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ કોને શું વેચશે, એ અમે જ નક્કી કરીશું:ટ્રમ્પે કહ્યું- કોઈ અન્ય અમને સલાહ નહીં આપે, તુર્કીને F-35 ફાઇટર જેટ વેચવા પર ઇઝરાયલનો વાંધો ફગાવ્યો

    2 days ago

    તુર્કીને F-35 લડાકુ વિમાન વેચવા પર ઇઝરાયલની નારાજગી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અમેરિકા કોને શું વેચશે, તે અમે નક્કી કરીશું. કોઈ અમને નહીં કહે કે શું વેચવું છે." એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તુર્કી તેમના માટે એક સારો સહયોગી રહ્યું છે. તેમણે ઇશારામાં સ્પષ્ટ કરી દીધું કે હથિયારોના વેચાણનો નિર્ણય અમેરિકા પોતાના હિસાબે કરશે. આ પહેલા ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તુર્કીને F-35 આપવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આનાથી મધ્ય પૂર્વમાં શક્તિનું સંતુલન બગડી શકે છે અને ક્ષેત્રની સુરક્ષા પર અસર પડશે. ટ્રમ્પ અને નેતન્યાહૂની મંગળવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થવાની છે. બંને નેતાઓ વચ્ચે ઇરાન યુદ્ધ પછીની પરિસ્થિતિ, ઇઝરાયેલ-લેબનાન કરાર અને મધ્ય પૂર્વની સુરક્ષા પર ચર્ચા થવાની અપેક્ષા છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ઇરાકમાં ગેસફિલ્ડ પર હુમલો, અમેરિકી ડ્રોન તોડી પાડવાનો પણ દાવો: ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તરી ઇરાકના સૌથી મોટા ખોર મોર ગેસફિલ્ડ પર હુમલો થયો છે. જ્યારે એરબિલ નજીક ચાર શંકાસ્પદ ઈરાની ડ્રોન પડ્યા હોવાનો અને પશ્ચિમી ઇરાકમાં એક અમેરિકી ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 2. નેતન્યાહુ બોલ્યા- ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ઈરાન સૌથી મોટો મુદ્દો હશે: વોશિંગ્ટન રવાના થતા પહેલા નેતન્યાહુએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો ઈરાન હશે. તેમનું કહેવું છે કે બેઠકમાં ઇઝરાયલની સુરક્ષા અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. 3. ઈરાને અમેરિકા સાથે વાતચીતના અહેવાલોને નકારી કાઢ્યા: ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. મંત્રાલયે એમ પણ કહ્યું કે ઈરાન તરફથી વાતચીત શરૂ કરવાના દાવા ખોટા છે. 4. હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંધ થયા તો મોંઘવારી વધશે: નિષ્ણાતોનું માનવું છે કે જો બંને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો બંધ થશે તો તેલના ભાવ વધશે, માલસામાનની હેરફેર મોંઘી થશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડશે. 5. અમેરિકા-ઈરાન તણાવ ઘટતા જ ક્રૂડ ઓઇલ સસ્તું થયું: અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ અટક્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. જોકે, બજારને હજુ પણ તણાવ ફરી વધવાની આશંકા છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બાદશાહના બીજી વાર લગ્ન તૂટશે!:પત્ની ઈશાએ કહ્યું- પાવરના ડરથી ચૂપ હતી, હવે દેખાડો કરી શકતી નથી; 5 મહિના મેરેજ કર્યા હતા
    Next Article
    સ્પીકર બિરલા બોલ્યા- ગૃહ ચાલે, વાતચીત થાય:વિપક્ષનો હોબાળો, કહ્યું- અમારી વાત પણ સાંભળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત; પેપર લીક મામલે રાહુલ- પ્રિયંકા બોલશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment