Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

    10 hours ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન લાગુ કરાયું છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના વચ્ચે મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. બોટાદ જિલ્લા પંચાયત ઉપરાંત ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતો તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. બંને પક્ષો દ્વારા બેઠકો યોજી સંગઠનને મજબૂત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ પક્ષે ભાજપ પર વિકાસના અભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા રમેશભાઈ શીલુએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સ્થાનિક સ્તરે યોગ્ય વિકાસ થયો નથી, જેના કારણે લોકો પરિવર્તન ઈચ્છે છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને તક આપશે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી અને તે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના કામોથી પ્રભાવિત જનતા ફરી એકવાર ભાજપને જ સત્તા સોંપશે. હાલ બોટાદ જિલ્લામાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે અને બંને પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા કયા પક્ષને પસંદ કરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    બેડીની સીમમાં 'મેળા ધાર' તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો:એશિયન પેઇન્ટ્સ કંપનીના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદે વેચાણ કરતો શખસ ઝડપાયો
    Next Article
    મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત:સુરતમાં મીની વાવાઝોડાનો કહેર, ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment