Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત:સુરતમાં મીની વાવાઝોડાનો કહેર, ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી

    9 hours ago

    સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની છે. પર્વત પાટિયામાં મહાનગરપાલિકાનું બોર્ડ બન્યું કાળ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘુઘરા વેચતા નીતિનભાઈ પર લોખંડનું બોર્ડ પડ્યું મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજકોટ 48 વર્ષીય નીતિન જયંતિભાઇ વાજા કારગિલ ચોક ખાતે આવેલી ત્રિવેણી સંગમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. નીતિનભાઈ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ઘુઘરા વેચતા હતા. આજે સાંજના સમયે નીતિનભાઈ ટેબલ નાખીને ઘુઘરા વેચી રહ્યાં હતાં, ત્યારે ફુકાયેલા મીની વાવાઝોડામાં મહાનગરપાલિકાનું ભારે ભરખમ લખંડનું બોર્ડ તેમના પર તૂટી પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં સર્જાયેલી તારાજી માત્ર પર્વત પાટિયા જ નહીં, પણ શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. નાનપુરા વિસ્તારમાં એક વિશાળ ઝાડ કાર પર પડ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીપલોદની શારદાયતન સ્કૂલ પાસે પણ ઝાડ પડ્યું હતું. આ ઉપરાંત, ઉમરા ગામમાં મોટું વૃક્ષ રસ્તા પર પડતા વાહનવ્યવહાર માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી. પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો પૂણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. કતારગામ-ડભોલી ચાર રસ્તા પાસે અશોકવાટિકા નજીક એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખો પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો. સિંગણપોર વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ શાક માર્કેટમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ તમામ ઘટનાઓમાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ અને પાલિકાની ટીમો હરકતમાં આવી છે. રસ્તા પર પડેલા વૃક્ષો અને હોર્ડિંગ્સ હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર જીતના ભાજપ-કોંગ્રેસના દાવા
    Next Article
    Iran Attacks Israel's Haifa Oil Refinery As 'Revenge' For Targeting South Pars Gas Field

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment