Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડીની સીમમાં 'મેળા ધાર' તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો:એશિયન પેઇન્ટ્સ કંપનીના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદે વેચાણ કરતો શખસ ઝડપાયો

    12 hours ago

    રાજકોટ શહેરમાં જાણીતી કંપનીઓના નામે છેતરપિંડી અને કોપીરાઇટના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના ઉત્પાદનોના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કેનાલ રોડ પર આવેલી એક દુકાનમાં દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ હરીશચંદ્રભાઈ જયશવાલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. એશિયન પેઇન્ટ્સ કંપની વતી કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા ધરાવતી આ એજન્સીએ બાતમીના આધારે કેનાલ રોડ પર શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં આવેલી અપ્પુ પેઇન્ટ્સ નામની દુકાન પર નજર રાખી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દુકાનદાર એશિયન પેઇન્ટ્સના કન્ટેનર પરના બારકોડ અને ક્યુઆર કોડ પર માર્કર પેનથી ટપકા કરી છેડછાડ કરતો હતો. જેથી ઉત્પાદનની વિગતો ટ્રેક ન થઈ શકે. 18 માર્ચ, 2026ના રોજ સાંજે અંદાજે 5 વાગ્યે એ-ડીવીઝન પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે ‘અપ્પુ પેઇન્ટ્સ’માં દરોડો પાડ્યો હતો. દુકાનમાં હાજર માલિક ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઉદેશીની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્ટ્સના અલગ-અલગ પ્રોડક્ટ્સના કુલ 66 નંગ કન્ટેનર મળી આવ્યા હતા, જેના બારકોડ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.4,66,210 થાય છે. ઓરડીમાંથી રૂ.9.39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન 1 ટીમને બાતમી મળી હતી કે, વાછકપર બેડી ગામનો રહેવાસી દિવ્યેશભાઇ નારણભાઇ ચંદરોલા પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હાજર છે. આ બાતમીના આધારે પોલીસે વાડીમાં આવેલી ઓરડીમાં તપાસ હાથ ધરી ત્યારે ઓરડીમાં પ્લાસ્ટિકના કોથળા પાછળ અને વાડીમાં ઘાસના ઢગલા નીચે છુપાવેલી ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ​9.33 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના 3120 ચપલા અને એક મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી દિવ્યેશ ચંદરોલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના મિત્ર શક્તિસિંહ પરમારએ ત્યાં રખાવ્યો હતો. જેથી હાલ પોલીસે શક્તિસિંહ પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.​ હાઈટેન્શન વીજ લાઇનને અડકી જતા શોક લાગતા યુવાન પટકાયો રાજકોટમાં મજૂરી કામ કરતા મુકેશ નિસાદ (ઉ.વ.26) ગઈકાલે સાંજના 5 વાગ્યા આસપાસ કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આવેલી એક બિલ્ડિંગમાં સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન અચાનક નજીકમાંથી પસાર થતો વીજ તાર અડી ગયો હતો જેમાં વીજ પ્રવાહ એટલો જોરદાર હતો કે તાર અડતાની સાથે જ મોટો ભડકો થયો હતો અને વીજ શોકને કારણે મુકેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. વીજળીના ઝટકાને કારણે સંતુલન ગુમાવી પહેલા માળ પરથી નીચે જમીન પર પટકાયો હતો. અકસ્માતમાં તેમને દાઝ્યાની સાથે શરીરે અન્ય ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી જેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાંધકામની સાઈટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં અને વીજ તાર આટલી નજીક હોવા છતાં કામ કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારખાનેદાર સાથે ધંધાના નામે સાયબર ફ્રોડ આચરનાર ગઠિયાને ઝડપી લેવાયો શાપરના કારખાનેદારને સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20થી 22 ગાડી સપ્લાયની જરૂરિયાત છે કહીં નેપાળ બોર્ડરની ગવર્ન્મેન્ટ એપ્રુવલ લેવાના નામે રૂ.5300 પડાવી લેવાના સાયબર ફ્રોડ કેસમાં કુખ્યાત ગઠિયાને શાપર પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે કાનો હેમંત કણસાગરા (ઉ.વ.32)ને પકડી પાડી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રોકડ રૂ.5,300 રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી અલગ અલગ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ મારફતે ધંધાર્થી વ્યક્તિઓ બાબતે જરૂરી માહિતી મેળવી તેમનો ઓનલાઇન સંપર્ક કરી ધંધાકીય વ્યવહાર બાબતે જરૂરી વાતચિત કરી, અલગ અલગ બહાના હેઠળ અંગત આર્થિક ફાયદા સારુ સાઇબર ફોડના નાણા મેળવી ગુન્હો આચરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં 2 ગુના તેમજ જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે 8 અને પોરબંદર ખાતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોબાઈલ નેટવર્કના ગેરકાયદે બુસ્ટરોનો જથ્થો કબજે શહેરમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ સાથે સંકળાયેલા વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન, અમદાવાદની ટીમ દ્વારા રાજકોટ અને લોધીકા જીઆઇડીસીમાં ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શહેરના પેડક રોડ, રણછોડનગર તથા લોધીકા જીઆઇડીસી વિસ્તારમાં તપાસ કરીને અનેક અનધિકૃત સિગ્નલ બૂસ્ટર્સ શોધી કાઢવામાં આવ્યા અને તેમને જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર બૂસ્ટરનો ઉપયોગ ઘણીવાર લોકો પોતાના વિસ્તારમાં નેટવર્ક સુધારવા માટે કરે છે, પરંતુ વાસ્તવમાં તે સમસ્યા હલ કરવાની જગ્યાએ વધુ ગંભીર બનાવે છે. આવા ઉપકરણોના કારણે મોબાઇલ હેન્ડસેટ વધુ પાવરથી સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, જેના પરિણામે નજીકના ટાવરો પર ભાર વધે છે અને સમગ્ર વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી નબળી પડે છે. જેથી ફરીયાદો ઉઠતા વાયરલેશ મોનિટરીંગ સેલ દ્રારા ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રીકૃષ્ણના નિજધામ ગમન તિથિની ભવ્ય આધ્યાત્મિક ઉજવણી:સોમનાથના ગોલોકધામ ખાતે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી જોડાયા
    Next Article
    બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment