Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:હવામાન વિભાગની આગાહી બાદ બાલાસિનોર પંથકમાં વરસાદ

    12 hours ago

    મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે કમોસમી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના બાલાસિનોર પંથકમાં સાંજના સમયે વરસાદનું આગમન થયું હતું. રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર છે. આવા સમયે વરસાદ વરસવાથી પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જિલ્લામાં જોરદાર પવન, ગઢડામાં મીની વાવાઝોડું:અનેક વૃક્ષો ધરાશાયી, રસ્તો બંધ થયો; પાળીયાદ-ગઢડામાં ગાજવીજ સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
    Next Article
    વેરાવળ બંદર રોડ પર SOGની કાર્યવાહી:ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા 4 છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment