Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં જોરદાર પવન, ગઢડામાં મીની વાવાઝોડું:અનેક વૃક્ષો ધરાશાયી, રસ્તો બંધ થયો; પાળીયાદ-ગઢડામાં ગાજવીજ સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો

    13 hours ago

    ગઢડા શહેરમાં આજે અચાનક આવેલા મીની વાવાઝોડાને કારણે શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઘટનાથી ઉગામેડી રોડ અને રેફરલ હોસ્પિટલ નજીક મોટા વૃક્ષો પડ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને ઉગામેડી રોડ પર વૃક્ષો પડવાને કારણે ટ્રાફિક વ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ ઉપરાંત, રેફરલ હોસ્પિટલ પાસે પણ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ તેમજ યુવરાજસિંહ ઝાલા અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઝડપી કામગીરી કરીને રસ્તા પરથી વૃક્ષો દૂર કર્યા હતા, જેના પરિણામે ટ્રાફિક ફરીથી શરૂ કરી શકાયો હતો. આ મીની વાવાઝોડાના કારણે ગઢડા શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે. ગઢડા શહેર તેમજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વિના બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં જોરદાર પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં ભારે પવનનો અનુભવ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. બોટાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. શહેરના વાડી વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે, જેના કારણે નુકસાન થયું છે. જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે ગઢડા, રાણપુર અને બરવાળામાં પણ જોરદાર પવન ફૂંકાયો હતો. આ વિસ્તારોમાં પણ પવનની તીવ્રતા ઘણી વધારે હતી. પાળીયાદમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગઢડામાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેની સાથે વરસાદ પણ પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    EDITOR'S VIEW: ન્યુક્લિયર નહીં આ છે તેલની ધારનું યુદ્ધ:પાક.ની મિસાઈલના નિશાને અમેરિકા? વોર લડવા ટ્રમ્પને NATOની ઘસીને 'ના', દુનિયામાં માતમ ને રશિયાને મલાઈ
    Next Article
    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:હવામાન વિભાગની આગાહી બાદ બાલાસિનોર પંથકમાં વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment