Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બંદર રોડ પર SOGની કાર્યવાહી:ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા 4 છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ આ ડ્રાઇવ દરમિયાન ચાર છકડા રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંદર રોડ અને સોમનાથ રોડ પર મચ્છી ભરેલા વાહનોમાંથી પાણી અને કચરો રસ્તા પર ઢોળાતો હતો. આના કારણે માર્ગ ચીકણો બની જતો હતો, જેના પરિણામે દૈનિક ધોરણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થતા હતા. આ સમસ્યા સ્થાનિક નાગરિકો માટે ચિંતાનો વિષય બની હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. SOG પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતના પોલીસ સ્ટાફે બંદર રોડ પર આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સુત્રાપાડા પ્રાચી વિસ્તારના સાગર નારણ રાજગોર, વેરાવળ ભીડીયા વિસ્તારના પ્રવીણ છગનભાઈ દરી, ગોવિંદપરા ગામના તોસિફ અબ્દુલ મુગલ અને ખારવાવાડ વિસ્તારના શૈલેષ ઈશ્વર પરમારને તેમની રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રના આ કડક પગલાંને કારણે ગેરકાયદેસર પરિવહન કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આવી ડ્રાઇવો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:હવામાન વિભાગની આગાહી બાદ બાલાસિનોર પંથકમાં વરસાદ
    Next Article
    PM Modi Speaks To Jordan King, Expresses Concern Over Middle East Situation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment