Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભારે પવનથી સિરામિક ફેક્ટરીઓને નુકસાન:અનેક કારખાનાઓના પતરા ઉડ્યા, તોતિંગ વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ બોર્ડ તૂટ્યાં

    1 week ago

    મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. આના કારણે સિરામિક સહિતના અનેક કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા હતા, જેનાથી કારખાનેદારોને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, ગેસના અભાવે સિરામિક કારખાનાઓ બંધ હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, બપોરે ચાર વાગ્યાના અરસામાં અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ભારે પવનના કારણે હાઈવે રોડ સહિતની વિવિધ જગ્યાઓ પર તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા. ખાસ કરીને સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મોરબીના જાંબુડિયા રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, લગધીરપુર રોડ, હળવદ રોડ, પીપળી રોડ અને માળિયા રોડ પર આવેલા સિરામિક કારખાનાઓના મોટા શેડમાંથી અનેક જગ્યાએ પતરા ઉડી ગયા હતા. આનાથી કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ગેસ ન મળવાના કારણે સિરામિક કારખાનેદારોએ બે દિવસ પહેલા જ મીટિંગ કરીને સામૂહિક રીતે એક મહિના સુધી કારખાના બંધ રાખી મેન્ટેનન્સ કરવાનું આયોજન કર્યું હતું. આ કારણે કારખાનામાં શ્રમિકો કામ કરતા ન હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સિરામિક કારખાનાઓ ઉપરાંત, અન્ય ઉદ્યોગોના કારખાનાઓમાં પણ શેડના પતરા તૂટી જવાના કારણે કારખાનેદારોને નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઘાસના જથ્થામાં આગ લાગી:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી
    Next Article
    ભિક્ષુકગૃહ પાસે MD ડ્રગ્સ સાથે શશાંક પટેલ ઝડપાયો:23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ડ્રગ્સ પેડલર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment