Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઘાસના જથ્થામાં આગ લાગી:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

    1 week ago

    મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલી ઉમા વિલેજ સોસાયટી નજીક ઘાસના જથ્થામાં સાંજના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જતા રસ્તા પર આ ઘાસનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ લાગી તે સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ઘાસનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. બાજુમાં સોસાયટી વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચાલુ વીજ લાઇન તૂટીને ઘાસના જથ્થા પર પડવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી વધુ નુકસાન અટકાવી શકાયું હતું, જોકે ઘાસનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પહેલા નોરતે જ ગુજરાતમાં વરસાદની બઘડાટી:યોગ ગુરૂનો નકલી નોટનો કાળો કારોબાર; ઝનૂની માતાના મારથી બે વર્ષની બાળકીનું મોત
    Next Article
    મોરબીમાં ભારે પવનથી સિરામિક ફેક્ટરીઓને નુકસાન:અનેક કારખાનાઓના પતરા ઉડ્યા, તોતિંગ વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ બોર્ડ તૂટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment